સરાહન - હિમાચલનું એવું ગામ જ્યાં આવીને સમય પણ અટકી જાય છે!

Tripoto
Photo of Himachal Pradesh, India by Jhelum Kaushal

ભાગદોડવાળા જીવનમાં દરેક વ્યક્તિને સુંદર હરિયાળી વાળા અને શાંત સ્થળે જવાની ઈચ્છા હોય છે, જ્યાં ઓછા લોકો જતા હોય જેથી શહેરી જીવનથી થોડા સમયમાટે છુટકારો મળે.

Photo of સરાહન - હિમાચલનું એવું ગામ જ્યાં આવીને સમય પણ અટકી જાય છે! by Jhelum Kaushal

સરાહન

શિમલાથી 180 કિમી દૂર આ ગામ આવેલું છે. આમ તો દરેક પહાડ સુંદર હોય છે પરંતુ શિમલાથી સરાહનનો રસ્તો એટલો સુંદર છે કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ! રસ્તામાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને પર્વતો જોવા મળશે ઉપરાંત નારકન્ડા પણ આવશે. સૂરજના કિરણો પહાડ પર પડે એ દ્રશ્યો ઘણા લોકોને આકર્ષિત કરતા હોય છે. રસ્તો વળાંકોવાળો છે પરંતુ મુશ્કેલ બિલકુલ નથી. સફરજન, બદામ, નાશપતીના બગીચા, ખેતરો, જંગલી ફૂલો, અને બરફની ચાદરો વાળો પર્વત આ ગામમાં આવી અઢળક સુન્દરતા છે.

ભીમકાલી મંદિર

સરાહન હિમાચલ પ્રદેશના ઘણા પ્રાચીન સ્થળોમાંનું એક છે. અહીંયા એક પ્રાચીન મઠ પ્રકારનું મંદિર, ભીમકાલી મંદિર આવેલું છે જે લગભગ 2000 વર્ષો જૂનું છે અને 51 શક્તિપીઠોમાનું એક છે. મંદિરનું નિર્માણ અને પરિસર એટલું સુંદર છે કે તમને અહીંયા ખુબ જ આનંદ મળશે. સ્થાનિકો આ મંદિરની દેવી ને અહીંની રક્ષક માને છે. 1984 થી રાજ્યસરકાર હસ્તકના આ મંદિરમાં તમારે સાંજની આરતી અચૂક કરવી જોઈએ.

બીજું શું જોવું:

સમુદ્ર તાલથી સરાહન 2165 મીટરની ઉંચાઈએ છે. બગીચાઓ ઉપરાંત દેવદારના ઘરો અને સ્લેટ ચાંતોના ઘરો માટે આ જગ્યા વખણાય છે. મંદિરની નજીક માર્કેટમાં તમે શોપિંગ કરી શકો છો, જંગલમાં વન્યજીવન જોઈ શકો છો, અહીંનું રાજ્ય પક્ષી "મોનલ" પણ અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લો, ચીટકૂલ ઘટી અને બાસ્પા નદી તો ખરા જ. અહીંયા ટ્રેકિંગ રૂટ માટે બેઝ કેમ્પ પણ છે. મ્યુઝીયમ ઉપરાંત 50 કિમી દૂર ભાભા વેલી છે જે ખુબ જ સુંદર છે.

કેવી રીતે પહોંચવું?

અહીંયા આવવાનો બેસ્ટ સમય છે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર. સૌથી નજીકનું એરપોર્ટ સિમલા અને રેલવે સ્ટેશન પણ 175 કિમી દૂર સિમલા જ છે. સ્ટેશનથી હિલ આવવા માટે તમને ટેક્ષી મળી રહેશે. રોકવા માટે હિમાચલ ટુરિઝમની હોટેલ, મંદિરની આરામશાલા અને પ્રાઇવેટ હોટેલ છે. ઉપરાંત અહીંયા હોમ સ્ટે પણ કરી શકાય છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ