હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ!

Tripoto

"હમ્પી જઈને શું ફક્ત એક મંદિરથી બીજા મંદિર સુધી ચાલવું પૂરતું હશે? અરે ભાઈ મંદિરોના સ્થાપત્યમાં કોઈ કેટલું ડૂબી શકે છે. અને મને તો લાગે છે કે આ મંદિરોનો ખંડેરની વાતો માત્ર એક અફવા છે. શું હું ખરેખર મારી રજાઓ મંદિરોની આસપાસ ગાળવા માંગુ છું?"

હમ્પી જતા પહેલાં કંઈક આવુ જ મારા મનમાં ચાલતું હતું. વિચારોનું દ્વંદ્વ હતું. હમ્પી વિશે વિચારુ તો થતુ કે એક પ્રાચીન શહેર જે પહેલા ભારતનું શક્તિશાળી શહેર હતું, તે આજે પથ્થર અને કાટમાળના ઢગલા નીચે દટાયેલું છે. જ્યા ચારે બાજુ ખંડેર જ ખંડેર છે અને દુર દુર સુધી કેળાના બગીચા ફેલાયેલા છે. પરંતુ જ્યારે હું આ વર્લ્ડ હેરિટેજ સાઇટ પર પહોંચ્યો ત્યારે અહીંના આકર્ષણોએ મને આશ્ચર્યચકિત કરી દીધો. 

હમ્પીના ઘણા સ્વરૂપો છે. એવા ખંડેરો કે જેને વિશ્વ ભૂલી ગયું છે અને આ ખંડેરો કરાયેલી શિલ્પકારી પણ. હમ્પી યાત્રાળુઓ માટે આદરણીય તિર્થસ્થળ છે, એક બેકપેકર માટે ફરવા માટેની સસ્તી જગ્યા છે. ઇતિહાસકારોને આ સ્થાન એક પઝલ લાગે છે. એક કલાકારની પ્રેરણા, સંતો-સંતો માટે અભયારણ્ય અને લેખકો માટેના નવા વિચારો આપનાર હમ્પી એક સાથે લાખો વસ્ત્રો પહેરી શકે છે.

Photo of હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ! 1/3 by Romance_with_India

ઈતિહાસ

તુંગાભદ્ર નદી દ્વારા સિંચાયેલુ અને ખુલ્લા લીલા ફળદ્રુપ મેદાનો પર વસેલું હમ્પી એક સમયે શક્તિશાળી અને સમૃદ્ધ એવા વિજયનગર સામ્રાજ્યની પ્રાચીન રાજધાની હતું. વિજયનગર સામ્રાજ્ય, ભારતના સૌથી સમૃદ્ધ અને મહાન હિન્દુ રાજ્યો માનુ એક છે.

ડોમિન્ગો પેસ નામના એક પોર્ટુગીઝ ઘોડાના વેપારીએ હમ્પીની મુલાકાત લીધી ત્યારે શહેર તેના સંપૂર્ણ સ્વરૂપમાં ખીલેલુ હતું. પેસ હમ્પી વિશે લખે છે "હું આ શહેરના આકારને શબ્દોમાં વર્ણવી શકતો નથી કારણ કે તે એક જગ્યાએ ઊભા રહીને સંપૂર્ણ રીતે જોઇ શકાતું નથી. જ્યારે હું એક ટેકરી પર ચડ્યો ત્યારે પણ હું તેને પુરી રીતે નથી જોઈ શક્યો. માત્ર તેના એક વિશાળ ભાગ સુધી મારી આંખો પહોંચી કારણ કે આ સમૃદ્ધ શહેર અનેક પર્વતો વચ્ચે ફેલાયેલું છે. પરંતુ મેં જે પણ જોયું, તે મને રોમ જેટલું સુંદર અને વિશાળ લાગ્યું. હું જોઉં છું કે લીલા ઝાડનાં ઝૂમખાં દૂર-દૂર સુધી ફેલાયેલા છે, દરેક મકાનોમાં બગીચા અને શહેરમાંથી પસાર થતી સાફ પાણીની નહેરો. શહેરમાં અનેક જગ્યાએ તળાવો છે અને ત્યાં રાજાના મહેલની નજીક ખજૂર અને અન્ય ફળદાયી વૃક્ષોની વાવણી કરેલી છે.

મૂરીશ ક્વાર્ટરની નીચેથી એક નાની નદી વહે છે અને શહેરના આ છેડે ફળદાયી વૃક્ષોના ઘણાં બગીચાઓ છે. અહીંનો મોટાભાગનો વિસ્તાર કેરી, સોપારી અને જેકફ્રૂટના ફળોથી ભરેલા વૃક્ષોના સમૂહથી ભર્યો છે. આ સાથે, લીંબુ અને નારંગીના ઝાડ પણ છે જે સંખ્યામાં એટલા છે કે એક્વાર તો તમને આ જગ્યા જંગલ જેવી લાગશે. સફેદ રસાળ દ્રાક્ષના વેલા બગીચાઓમાં ઝૂલતા રહે છે અને આ બધાં જ વૃક્ષો અને બગીચાની સિંચાઈ માટેનુ પાણી બે વિશાળ પાણીની ટાંકીમાંથી આવે છે કે જે શહેરની બહાર આવેલી છે.

તેમ છતાં, હમ્પી હજી પણ તેના વિસ્તૃત ઇતિહાસ અને વિરાસતને કારણે પુરાતત્વીય પર્યટક સ્થળ તરીકે ઓળખાય છે, ખૂબ ઓછા લોકો અહીંના અન્ય આકર્ષણોથી વાકેફ છે. અહીં આઠ કારણો છે જેથી તમને લાગશે કે હમ્પીમાં ખંડેરો સિવાય ઘણું બધું ફરવા અને જોવાનું છે.

દારોજી સ્લોથ રીંછ અભયારણ્ય

1. દારોજી સ્લોથ રીંછ અભયારણ્યમાં સ્લોથ રીંછ અને અન્ય વન્યપ્રાણી પ્રજાતિઓને તેમના પ્રાકૃતિક પરિવેશમાં ફરતા જુઓ.

હમ્પીથી 15 કિમી દૂર આવેલું દારોજી સ્લોથ રીંછ અભયારણ્ય વિશેષરૂપે ભારતીય સ્લોથ રીંછના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું.

Photo of હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ! 2/3 by Romance_with_India

આ અભયારણ્યની અંદર એક વોચ ટાવર છે, જેમાંથી આ આખા વન્ય પરિવેશનો અદભૂત નજારો જોવા મળે છે. અહીંથી તમે આસપાસના ખડકોથી નીચે ઉતરતા સ્લોથ રીંછને જોઈ શકો છો. મુલાકાતીઓના આગમન સમયે, આસપાસના ખડકો પર મધ ઘસવામાં આવે છે. તેથી તમારી પાસે રીંછ જોવાની ઘણી સારી તક છે. સ્લોથ રીંછની સાથે તમે ચિત્તો, જંગલી ડુક્કર, હાયના, સેહી, જેકલ, પેંગોલિન, સ્ટાર ટર્ટલ, મોનિટર ગરોળી અને નોળિયા પણ જોઈ શકો છો.

પરિભ્રમણનો સમય: બપોરે 2 થી સાંજના 6 સુધી

પ્રવેશ ફી: ₹ 50 ભારતીય માટે. વિદેશીઓ માટે ₹ 300

2. વિરુપાપુરની શાંત ફિઝાઓમાં તમારા હિપ્પી વ્યક્તિત્વને ખોવાઈ જવા દો.

તેના શાંત અને સરળ વાતાવરણને લીધે વિરુપાપુર તે લોકો માટે તો ઉત્તમ સ્થળ છે જ કે જેઓ વિચાર અને વસ્ત્રોથી હિપ્પી છે સાથે જે લોકો પ્રાચીન મંદિરો અને ભવ્ય સ્મારકો વચ્ચે થોડા દિવસો વિતાવવા માંગે છે. વિરુપાપુરનું બીજું નામ હિપ્પી આઇલેન્ડ પણ છે, જેને હમ્પીના હિપ્પી વર્લ્ડનો પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે.

Photo of હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ! 3/3 by Romance_with_India

વિવિધ પ્રખ્યાત કાફે તથા સસ્તા રહેવા માટેના સ્થળો વાળો આ શાંત અને આરામદાયક ટાપુ બપોર પછી મીઠી નિદ્રા અને સાંજ સંગીતમય પસાર કરવા માટે યોગ્ય છે. અહીં તમે ડ્રમ વર્તુળોમાં ભાગ લેવા, ડ્રેડલોક્સ બનાવવા, મૂવીઝ જોવા અથવા તમારી વાર્તાઓ અને અનુભવોને વિશ્વભરના બેકપેકર્સ સાથે શેર કરવા માટે મુક્ત છો.

3. હમ્પીની પરંપરા અને આધુનિકતા વચ્ચે અહીં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.

હમ્પીને વિશ્વ ધરોહર જાહેર કર્યા બાદ અહીં વિદેશી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવતા હોવાને કારણે અહીં ખાવા પીવામાં ઘણી વિવિધતા જોવા મળે છે.

આ શાહી સામ્રાજ્યમાં, તમને દક્ષિણ ભારતીય શાકાહારી વાનગીઓ તેમજ ઇટાલી અને ઇઝરાઇલની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ મળશે. તુંગાભદ્રા નદી દ્વારા બે ભાગમાં વહેંચાયેલા આ શહેરમાં, તમને નદીઓની બંને બાજુ એવી ભવ્ય રેસ્ટોરન્ટ્સ મળશે કે તમે આંગળીઓ ચાટતા રહી જાશો. આ શહેરના ઉત્તરીય ભાગમાં સ્થિત હિપ્પી આઇલેન્ડમાં તો તમને રેસ્ટોરન્ટ્સ અને ભોજનમા અપાર વિવિધતા જોવા મળશે.

નદીના દક્ષિણ છેડે મંદિરો જ મંદિરો છે, તેથી શહેરના આ ભાગમાં માંસાહારી આહાર પર પ્રતિબંધ છે. પરંતુ જેવા તમે નદીને થોડો આગળ પાર કરીને હિપ્પી આઇલેન્ડ પર પહોંચશો, પછી ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. અહીં તમને ખાવાપીવા થી લઈ કોલ્ડ બીયર સુધીની લગભગ બધી વસ્તુઓ મળશે. અહીં તમે ફક્ત એક જ પ્રકારનો વાઇન મેળવી શકો છો અને તે છે કોલ્ડ બીયર.

અહીં તમને ઉત્તમ ખોરાક તેમજ આસપાસના સુંદર નજારા જોવા મળશે. વહેતી નદીનો વિહંગ્મન નજારો મંદિરો અને ખંડેરોમાં ફેલાયેલી પ્રકૃતિની સુંદરતાની ઝલક આપે છે. અહીં, ભારતીય, ઇટાલિયન, યુરોપિયન અને ઇઝરાયલી ખાદ્ય વિવિધતાઓનુ વિશાળ મેનુ મળશે. અહીંની મુખ્ય લાક્ષણિકતા ફલાફલ હમ્મસ છે.

Photo of Laughing buddha restaurant hampi, Main road, Sanapur, Karnataka, India by Romance_with_India

ક્યાં છે: વિરુપપુર ગાદડે, અંજનાહલ્લી, કર્ણાટક 583234

સંપર્ક: 09449237326

સમય: સવારે 8:30 થી 10 સુધી

નોંધ: અહીંની સેવા ધીમી છે પરંતુ મફત વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ છે.

સુંદર અને સુશોભિત તંબુની અંદર બનેલુ આ હૂંફાળું અને શાંત કાફે મેંગો ટ્રી રેસ્ટોરન્ટ કહેવાય છે. આ રેસ્ટોરન્ટ તમને માંસનો અભાવ પણ અનુભવવા દેશે નહીં. સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોમાં પીત્ઝા, બર્ગર, નૂડલ્સ, ભવ્ય પ્લેટો, સિઝલર અને ઇઝરાઇલી વાનગી શક્શુકા માથી મનપસંદ વાનગી મેળવી શકો છો.

4. હમ્પી જેવી જગ્યાએ તમે રાઈડિંગ કરતા પણ ક્યારેય નહીં કંટાળો

મોપેડ હોય કે સ્કૂટર હોય કે સાદી સાયકલ! ભાડા પરના આ વાહનોમાંથી કોઈ એક પસંદ કરો અને ખડકો, મંદિરો, ખંડેરોમાથી પસાર થતા હમ્પીની સેર કરો.

વાહનો ભાડે આપતી મોટાભાગની દુકાનો તમને હમ્પી બજાર વિસ્તાર, વિરુપપુર ગાદડે ની આસપાસ મળી જશે અને અમુક દુકાનો હોસ્પેટમાં પણ મળી શકે છે. તમે ભાડે લીધેલા ટુ વ્હીલર તમારી હોટેલમાં આખી રાત રાખી શકો છો. બસ, તમારે તેમને માન્ય ફોટો ઓળખ પુરાવો આપવો પડે..

પ્રવાસીઓની ભીડ પ્રમાણે ભાડામાં પણ ફેરફાર કરવામાં આવે છે. રફ અંદાજ આપવા માટે હું તમને ભાવ જણાવુ છું જે મને આપવામાં આવ્યા હતા.

સાયકલ (ગિયર વિના): દિવસ દીઠ ₹ 30

સાયકલ (ગિયર સાથે): દિવસ દીઠ ₹ 50

મોપેડ: દિવસ દીઠ 200 ₹

સ્કૂટર: દિવસ દીઠ ₹ 250

મોટરબાઈક: દિવસ દીઠ ₹ 300

5. હમ્પીમાં બોલ્ડરિંગની તમારી ઈચ્છા પૂર્ણ કરો

જો તમને સાહસિક પ્રવૃત્તિઓ કરવામાં રસ છે, તો પછી બોલ્ડરીંગ એ તમારા માટે જ છે. બોલ્ડરિંગ રોક ક્લાઇમ્બિંગનો જ એક પ્રકાર છે.

હમ્પી બજારની બીજી બાજુ નદીની આજુબાજુ બોલ્ડરિંગને લગતી તમામ પ્રવૃત્તિઓ થાય છે. બોલ્ડરીંગ માટેનું મુખ્ય સ્થાન ગોઆન કોર્નર છે. તમે આખો દિવસ અહીં બોલ્ડરિંગ પર તમારા હાથ અજમાવી શકો છો. જો તમે ઈચ્છો તો બોલ્ડરિંગ શીખવા માટે કેમ્પમાં તમારું નામ લખી શકો છો. આ શિબિર બે-ચાર દિવસની હોય છે.

Photo of Mango Tree Restaurant, Janatha Plot, Hampi, Karnataka, India by Romance_with_India

હમ્પીમાં તમને કોઈપણ સ્થાનિક દુકાનો બોલ્ડરીંગ સંબંધિત સામગ્રીનું વેચાણ કરતી જોવા મળશે નહીં. એક જ કંપની દ્વારા બનાવવામાં આવેલી બોલ્ડરીંગથી સંબંધિત સામગ્રીનો ઉપયોગ કરવાનુ તમે પસંદ કરતા હોય તો તમારે સામાન તમારી સાથે લાવવો પડશે.

6. મતંગાની ટેકરી પરથી અદ્ભુત સૂર્યાસ્તનો આનંદ માણો

ભલે આપણે બધાએ સૂર્યને હજારો વખત અસ્ત થતો જોયો છે, પરંતુ તમે મતંગાની ટેકરીઓથી સંતાતા સૂર્યના બદલાતા રંગો જોવાનો અનુભવ ભૂલી નહીં શકો. સુંદર સૂર્યાસ્ત ઉપરાંત હમ્પી અને આજુબાજુના વિસ્તારોનો હવાઈ નજારો માતંગાની ટેકરીઓ ઉપરથી તો અચુક જોવો જોઇયે. ટેકરીની ટોચ પરથી તમને અચુતરાય મંદિર, વિરુપક્ષ મંદિર અને તુંગભદ્રા નદીના અવશેષોની ઝલક મળે છે.

7. હમ્પીની સંપૂર્ણ મજા માણવા માટે અહીંના હોમસ્ટેમાં રહો

હમ્પીના સુંદર સ્થાનો વિશે જેટલી માહિતી તમને કોઈ લોકલ વ્યક્તિ આપી શકે તેટલી કોઈ માર્ગદર્શિકા કે પુસ્તક આપી શકતી નથી. અહીંના અનોખા સ્થળો વિશે જાણવા મુરલીના હોમસ્ટેમાં રહો. અહીંથી તમને હમ્પીનું એક અલગ પાસું જોવા મળશે.

Photo of હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ! by Romance_with_India

મુરલી હોમસ્ટે હમ્પી

મુરલીનો આખો પરિવાર આ ઘરના રોકાણમાં રહેતો હોવાથી, આ સ્થાનિક કુટુંબ તમને પર્યટનને લગતા મૂલ્યવાન સૂચનો આપવા માટે હંમેશા તૈયાર રહે છે. જો તમે ઇચ્છો, તો આ લોકો તમારા માટે રોમાંચક પ્રવૃત્તિઓથી ભરેલી માર્ગદર્શિકા તૈયાર કરી શકે છે. અને હા, તમને ગરમ ગરમ ઘરનુ ભોજન તો મળશે જ.

8. હમ્પીની શેરીઓમાં થોડી ખરીદી કરો

હમ્પી બજાર વિરુપક્ષ બજાર તરીકે પણ ઓળખાય છે કારણ કે તે વિરુપક્ષ મંદિરની સામે સ્થિત છે. એક કિ.મી.થી વધુ ક્ષેત્રમાં ફેલાયેલુ હમ્પીનું આ પ્રખ્યાત બજાર કદાચ એટલું ભવ્ય ન પણ હોય, પરંતુ ભારતીય ઇતિહાસમાં સૌથી પ્રાચીન સંગઠિત રિટેલ બજારનુ ગૌરવ પ્રાપ્ત થયું છે.

Photo of હમ્પી : દરેક ઘુમક્કડોએ આ અનમોલ સ્થળ વિશે જરુર જાણવું જોઈએ! by Romance_with_India

તમે અહીંથી વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદી શકો છો જેમ કે; એમ્બ્રોઇડરી શાલ અને વસ્ત્રો, પ્રાચીન સિક્કા, પરંપરાગત પોષાકો, રંગબેરંગી બેગ, ઝવેરાત, પત્થરની શિલ્પ, કોતરવામાં આવેલી કલાકૃતિઓ અને હમ્પી ખંડેરોની પ્રતિકૃતિઓ.

હમ્પીના અન્ય આકર્ષણો:

વિરુપક્ષ મંદિર, પમ્પા સરોવર, વિજયા વિઠ્ઠલા મંદિર, તુંગાભદ્ર ડેમ, હનુમાન મંદિર, હેમકુતા હિલ મંદિર સંકુલ, સાસિવેકાલુ ગણેશ મંદિર, લક્ષ્મી નરસિંહ મંદિર, રાણી સ્નન અને પુરાતત્વીય સંગ્રહાલય.

હમ્પી કેવી રીતે પહોંચવું

હવાઈ માર્ગે: હમ્પીથી નજીકનું એરપોર્ટ બેંગ્લોર છે. બેંગ્લોર એરપોર્ટથી પ્રસ્થાન કરીને, તમે હમ્પી એક્સપ્રેસમાં બેસી શકો છો અથવા ખાનગી ટેક્સી ભાડે કરી શકો છો.

માર્ગ દ્વારા: પ્રવાસીઓ જે માર્ગ દ્વારા હમ્પી જાય છે તેઓ ખાનગી ટેક્સી ભાડે લઈ શકે છે અથવા બેંગ્લોર, હૈદરાબાદ, હસન અને મૈસુર જેવા શહેરોથી લોકલ બસ પકડી શકે છે.

રેલ્વે દ્વારા: લગભગ 13 કિમી દૂર હોસ્પેટ જંકશન હમ્પીથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબરથી ડિસેમ્બર, જ્યારે હવામાન સુખદ હોય છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.