સિક્કીમનું રમણીય શહેર ગંંગટોક

Tripoto
13th Apr 2021

GANGTOK BALCONY VIEW

Photo of સિક્કીમનું રમણીય શહેર ગંંગટોક by DIPIKA CHANDALIYA

અમે તા.૧૩-૦૪-૨૦૨૧ ના રોજ બાગડોગરા એરપોર્ટ પર પહોંચી ગયા ત્યાંથી અમે સિક્કીમ ના ગંગટોક શહેર અને રાજધાની જવા રવાના થયા. રસ્તામાં પશ્ચિમ બંગાળ અમુક ગામો પણ આવ્યા. રસ્તામાં તિસ્તા નદી પહાડો સાથે ચાલતી હતી. સ્સ્તામાં અમો જમ્યા. ત્યારબાદ અમે રિવર રાફ્ટીંગ કર્યુ અને ગંગટોક જવા રવાના થયા. અમો ગંગટોક ૪:૩૦ કલાકે પહોંચ્યા ત્યારે ધીમો વરસાદ આવી રહ્યો હતો. અમે સુમીત નામનાગ કોર્ટયાર્ડ અને સ્પા ૨ દિવસ રોકાણા હત. હોટલમાં પ્રવેશતાની સાથે અમારો કોવીડ નેગેટીવ રીપોર્ટ માંગ્યો. અમે ફ્રેશ થઈને એમ જી રોડ પર ગયા. ત્યાં અમે જોયું કે ત્યાંના લોકોની ડ્રેસીંગ સેન્સ બહુ સારી હોય છે.ત્યાંના લોકો સ્વભાવ સારો છે.ગંગટોક બહુ મોટું શહેર છે. જ્યાં પહાડોની વચ્ચે મોલ તેમજ શો-રૂમ જોવા મળે છે. ત્યાં ઘણી બધી નજીક માં હોટેલો આવેલી છે. ગંગટોકમં રોપ-વે છે. તેમાં બેસીને શહેર નો સુંદર નજારો જોઈ શકાય છે. ગંગટોકથી નજીક તાશી વ્યુ પોઈન્ટ છે. જ્યારે વાતાવરણ ક્લીયર હોય ત્યારે કાંચનજંધા પર્વત જોઈ શકાય છે. ત્યાંથી નજીક હનુમાન ટોક અને ગણેશટોક નું મંદિર આવેલું છે. ગંગટોકથી ૫૬ કીમી નાથુલા પાસ છે. નાથુલાથી નજીકમાં ચાંગુ લેક આવેલું છે. તેમજ હરભજન મંદિર છે.

Day 1