જિમ કોર્બેટ- જે નામ બધા માટે જાણીતું છે. દિલ્લી NCR થી માત્ર થોડા કલાકોના અંતરમાં છે. વિકેન્ડની રજામાં કોર્બેટ ખુબ જ પ્રિય સ્થળ છે. જયારે તમને ખબર પડે કે આ બધું જ કોઈ સ્થાને ઓફર કરે છે ત્યારે તમને નવાઈ લાગે છે.
ચાલો હું તમને ગોલ્ડન ટસ્ક રિસોર્ટનો પરિચય કરાવું. તે એક ખુબ જ મોટી ૪ સ્ટારની પ્રોપર્ટી છે જે તમારી કોર્બેટ ટ્રિપને ખુબ ઉત્કૃષ્ટ બનાવે છે. કેવી રીતે તે જાણવા આગળ વાંચો.
૧. ક્યુરેટેડ માત્ર ગ્રીનરીથી બનાવેલ નથી
ગોલ્ડન ટસ્કની આસપાસ ચાલવું તે જંગલમાં સુંદર સ્વાગત જેવું લાગે છે. આખી પ્રોપર્ટી ગ્રીનરીથી ભરેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે દરેક ભાગમાં એક સરખી હરિયાલી નથી. પ્રવેશ પર રસદાર તલ દ્વારા સ્વાગત કરવામાં આવે છે, જે ઉત્તરના સૌથી બોન્સાઈમાંનું એક છે. અંદર તમને એક એથરિના ક્રિસ્ટા ગલી જોવા મળે છે- એક વિચિત્ર પ્રાણી જે આર્જેન્ટિનાનું છે. પુલની બાજુમાં ગુલાબી ફૂલો છે જે મહેમાનોને બીજી મુલાકાતમાં ભેટમાં આપવામાં આવે છે. ગ્રેગ મેથર્સ , કર્નલ રાજયવર્ધન સિંહ રાઠોડ અને અન્ય જાણીતા નામોએ આ રિસોર્ટને રોપાઓથી નવાજ્યા છે. રસપ્રદ વાત એ છે કે દરેકને અલગ જગ્યા મળી છે.
વધારેમાં તમારા પોતાના રૂમથી આરામથી આ હરિયાલી જોઈ શકાય તેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. બારી જે બહાર દેખાય છે અને અંદરથી પણ સુંદર દેખાય છે.
૨. તમારા માટે એક પાર્ટી - જંગલ ગ્રીલ
જંગલની નજીક રહેવાના મારા અનુભવમાં છે કે મેનુ લિમિટેડ હોય છે અને સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે ઉત્તર ભારતીય વાનગીઓ હોય છે. માલિકોને ખુબ જ સુંદર મેનુ બનાવવાનો વિચાર આવ્યો. રાસબેરી બ્રેડને ગોલ્ડન ગ્લેઝમાં શેકવામાં આવે છે. નિબલ્સ પ્લેટર જેમાં દરેક સોસ તમારા સ્વાદ મુજબ હોય છે અને ડેઝર્ટમાં કારમેલાઈઝડ પાઈનેપલ હોય છે. જો તમે કોર્બેટની મુલાકાત લેવાના શોખીન છો તો તમારે આ ભોજન પણ મિસ ના કરાય.
૩. પાણીમાં છબછબિયાં!! એક નહિ પણ બે પુલ
એક પુલ કરતા વધુ શું સારું છે? બે પુલ! જે વૃક્ષોથી ઘેરાયેલું છે. દરેક પુલ તમને એકદમ વેકેશન મૂડમાં લઇ જાય છે. હું અને મારો મિત્ર કલોકો સુધી સંગીતના અવાજમાં બધી ચિંતાઓને ભૂલીને તરતા. વિલારૂમ બાથટબ સાથે આવે છે. તમને ખુબ આનંદ અને આરામ મળે છે.
૪. દરેક ખૂણામાં પ્રવૃતિઓ
ટીમ સાથેની મારી વાતચીતને કારણે ખબર પડી કે ગોલ્ડન ટસ્ક રિસોર્ટમાં ખુબ વિચારો કરીને બનાવ્યું છે. એટલે વિચાર એ નથી કે માત્ર નેશનલ પાર્કની મુલાકાત લો પરંતુ જંગલ સાફરીથી આગળ પણ અમુક વસ્તુઓ પ્રદાન કરવાનો છે. તમે રેપલિંગ અને રોક ક્લાઈમ્બીન્ગ કરી શકો છો. જો તમે તેની ટોચ પર પહોંચો તો તમે ફ્લાઈંગ ફોક્સની ટ્રાઈ કરી શકો છો. તમે લગભગ ૯-૧૦ એકર જમીન પર સાયકલ ચલાવી શકો છો. ત્યાં પેબલ પેઇન્ટિંગ પણ છે અને માઇન્ડફુલ બ્રિથિંગ માટે શાનદાર સ્પા પણ છે.
૫. હોસ્ટ્સ જે તમારું હૃદય જીતી લે છે
પ્રોપર્ટીની અદભુત સુવિધા માટે સ્ટાફ તમારું દિલ જીતી લે છે. રિસેપ્શનમાં તમારું સ્વાગત કરનારાથી લઈને ચા લાવનાર વેઈટર, રસોઈયા જે તમારા ભોજનમાં અંગત રસ લે છે સમગ્ર સ્ટાફ તમે ભલે કોઈને રસ્તા માટે પૂછ્યું હોય કે ફોટો લઇ આપવા કહ્યું હોય બધા મદદ માટે તૈયાર જોવા મળે છે. CEO તેના કામમાં ખુબ જ રસ લે છે. ગોલ્ડન ટસ્ક ખાતરી આપે છે કે સેવા હંમેશા સારી જ રહેશે.
તેથી જો તમે શહેરથી દૂર જઈને આરામ કરવા ઇચ્છતા હોવ તો તમે આ હોટલની ચોક્કસ મુલાકાત લઇ શકો છો. તમે તમારા રોકાણનો ખુબ આનંદ માણી શકો છો અને આગળ તમને કઈ પણ કરવાનું મન નહિ થાય.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ