મળો, ફક્ત 21 વર્ષની ઉંમરમાં આખી દુનિયા ફરી લેનારી આ છોકરીને

Tripoto
Photo of મળો, ફક્ત 21 વર્ષની ઉંમરમાં આખી દુનિયા ફરી લેનારી આ છોકરીને by Paurav Joshi

શું તમને યાદ છે કે તમે જ્યારે 21 વર્ષના હતા ત્યારે તમે શું કરી રહ્યાં હતા? કદાચ, દોસ્તોની સાથે પાર્ટી કરી રહ્યા હશો, હાયર સ્ટડી અંગે વિચારી રહ્યાં હશો કે પછી ક્યાંક ચિલ કરી રહ્યાં હશો. પરંતુ 21 વર્ષની લેક્સી અલ્ફોર્ડ દુનિયાના બધા દેશોની યાત્રા કરનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ છે.

દુનિયામાં એવા ઘણાં લોકો હોય છે, જેમની અંદર કંઇક નવુ કંઇક અલગ કરવાનું ઝુનુન હોય છે. એક એવી છોકરી છે લેક્સી અલ્ફોર્ડ, જેણે આ કારસ્તાન કર્યું છે.

હકીકતમાં લેક્સી અલ્ફોર્ડનો દાવો છે કે તેમણે દુનિયાના બધા 196 દેશ ફરી લીધા છે. તે પોતાની યાત્રાનો રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાવાની અરજી આપી ચુકી છે. હાલ દુનિયાના બધા દેશ ફરવાનો વિશ્વ રેકોર્ડ બ્રિટનના જેમ્સ એસ્કિથના નામે છે. તેમણે 24 વર્ષની ઉંમરમાં આ રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. લેક્સીએ આટલી નાની ઉંમરમાં સખત મહેનત અને દુનિયાના બધા દેશોની યાત્રા કરવાની ક્ષમતાનું શ્રેય પોતાના પરિવારને આપ્યું છે. જેમની કેલિફોર્નિયામાં પોતાની એક ટ્રાવેલ એજન્સી છે.

લેકસીએ પોતાની વિશ્વ યાત્રાનો અંત એક વિવાદિત જગ્યા પર કર્યો. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના ડિમિલિટરાઇઝ્ડ એટલે કે સૈનિકો વગરનો વિસ્તાર તેનો અંતિમ પડાવ હતો. જેને ડિએમઝેડના નામથી પણ ઓળખવામાં છે, પરંતુ આ ક્ષેત્ર તેમના રેકોર્ડ માટે વિવાદનું કારણ બની શકે છે. જો કે વિશ્વ રેકોર્ડ માટે દરેક દેશનો પ્રવાસ કરવાની જરૂરીયાત હોય છે, પરંતુ કેટલાક લોકો ડીએમઝેડને ઉત્તર કોરિયાનો આધિકારિક હિસ્સો માને છે.

લેક્સીએ 31 મેના રોજ તેના છેલ્લા દેશની યાત્રાની જાહેરાત કરી હતી. પોતાની વિશ્વ યાત્રા દરમિયાન તેમણે ઘણી જગ્યાઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લેક્સીનું કહેવું છે કે બધા લોકો એ બતાવવા માટે આતુર હતા કે દુનિયા એટલી ડરામણી નથી જેટલી મીડિયા તેને બતાવે છે. દરેક જગ્યાએ દયાભાવ છે.

લેક્સી જણાવે છે કે 18 વર્ષની ઉંમર થતાં થતાં તે 72 દેશોની યાત્રા કરી ચુકી હતી. હું હાઇસ્કૂલ નિયત સમય કરતા બે વર્ષ પહેલા જ પાસ કરી ચુકી હતી. સ્થાનિક કૉલેજમાંથી એસોસિએટ ડિગ્રી પણ લઇ ચુકી હતી. જેથી હું યાત્રા માટે તૈયાર હતી.’ જો કે તે સમય સુધી તેના મનમાં વિશ્વ ભ્રમણનો કોઇ ઇરાદો ન હતો. તેણે 2016માં દુનિયાના બધા દેશ ફરવાના મિશન પર કામ કરવાનું શરૂ કર્યું. હતું.

અલગ-અલગ દેશોની યાત્રા દરમિયાન લેક્સીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમ કે વીઝા કે ભાષાની મુશ્કેલીઓ. પરંતુ તેમ છતાં તેણે તેના મિશનને સફળ બનાવવા માટે દરેક શક્ય કોશિશ કરી અને છેવટે તેને સફળતા મળી.

બાળપણથી જ ફરવાની શોખીન

લેક્સીએ જણાવ્યું કે દુનિયાભરમાં ફરવાનું સપનું તેના જીવનમાં બાળપણથી જ હતું. મારા પરિવારની કેલિફોર્નિયામાં એક ટ્રાવેલ એજન્સી હતી. દર વર્ષે મારા માતા-પિતા મને સ્કૂલેથી લઇને કેટલાક અઠવાડિયા માટે અલગ જગ્યા પર ભણવા માટે મોકલી દેતા હતા. લેક્સીએ આગળ કહ્યું, જેમ-જેમ મોટી થતી ગઇ, માતા-પિતા મને કંબોડિયાના તરતા ગામથી દુબઇના બુર્ઝ ખલીફા, આર્જેન્ટીનાના છેડે આવેલા ઉશુઆયાથી ઇજિપ્તના પિરામિડ્સ સુધી લઇ ગયા. તેમણે મને દુનિયાના દરેક સ્થાનનું મહત્વ સમજાવ્યું. આ બધાનો મારી ઉપર ઘણો પ્રભાવ પડ્યો. હું કોઇ રેકોર્ડ બનાવવા નહોતી માંગતી. મારો હેતુ વધુમાં વધુ દુનિયા જોવાનો હતો.

ફરવામાં મોટાભાગે મારા પૈસા ખર્ચ કર્યા

લેકસીના જણાવ્યા અનુસાર, યાત્રા પર વધારે પૈસા મેં પોતાના પાસેથી જ ખર્ચ કર્યા. હું હંમેશાથી જાણતી હતી કે કોઇપણ પ્રકારની યાત્રા માટે ઘણાં પૈસાની જરૂર પડે છે. એટલે 12 વર્ષની ઉંમરથી જ સેવિંગ કરી રહી હતી.

અન્ય સંસ્કૃતિઓને નજીકથી જાણી

લેક્સીએ જણાવ્યું કે પાકિસ્તાન અને વેનેઝુએલામાં તેમને ઘણી પ્રાકૃતિક સુંદરતા મળી. તો પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં વીઝા, પર્યટન માટે નહીંવત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાષાઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આફ્રિકામાં ઓછા ઉડ્યનો થાય છે અને ત્યાં અંગ્રેજી બોલનારા ગાઇડ અને હોટલ પણ નથી મળતી. જે પણ દેશમાં ગઇ ત્યાંનું સિમ કાર્ડ સુદ્ધાં ન લીધું. જેનાથી મને ત્યાંની સંસ્કૃતિને નજીકથી જાણવાની તક મળી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads