પહાડો પર બરફની ચાદરની વચ્ચે અને થરથરાવતી ઠંડીમાં ફરવાની એક અલગ જ મજા છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો ઠંડીમાં ફરવા જવાની યોજના બનાવે છે. પરંતુ ઠંડીમાં મુસાફરી કરવી ઘણું પડકારજનક કામ છે, કારણ કે મોસમ અનુસાર કપડાનું પેકિંગ, રહેવાની યોગ્ય વ્યવસ્થા, આરામદાયક હોટલ તેમજ અન્ય જરુરી સામાનની ખરીદારી વગેરે જરુરી પ્રબંધ કરવાનું ઘણું મુશ્કેલ હોય છે. જો તમે પણ આ વર્ષે ઠંડીની ઋતુમાં ક્યાંય ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ વાતો પર જરુર ધ્યાન આપજો.
ઓનલાઇન હોટલ બુકિંગ
શિયાળાની ઋતુમાં હોટલ શોધવી પણ એક મોટી સમસ્યા હોય છે. એવામાં જ્યાં ફરવા જઇ રહ્યા છો તો ત્યાં પહોંચીને હોટલ શોધવાની ભૂલ ક્યારેય ન કરતા. એવામાં હોટલ બુકિંગ સુવિધાના માધ્યમથી હોટલમાં રુમ પહેલેથી જ બુક કરાવી લો.
અંત સમયની પરેશાનીથી બચવા માટે ટ્રાવેલ કંપનીની મદદ લો.
ઇન્ટરનેટના માધ્યમથી બધી જરુરી જાણકારીઓ એકઠી કરી લો.
જ્યાં જવાનું છે ત્યાંનું હવામાન કેવું છે તે જાણી લો. તમે ઇન્ટરનેટના માધ્યમથી તે જાણી શકો છો. ઘણી એવી વેબસાઇટ છે જેમાં જુદા જુદા ટૂરિસ્ટ પ્લેસિસ પર ફરીને આવેલા લોકોના રિવ્યૂ વાંચવા મળે છે. આ રિવ્યૂ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
કપડાનું પેકિંગ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
જો તમે શિયાળામાં ફરવા જતા હોવ તો પુરુષો માટે મફલર, લાંબી ટોપી અને મહિલાઓ માટે ગરમ શૉલ કે ટોપી જરુર પેક કરો. કારણ કે સ્વેટર કે જેકેટથી શરીર તો ઢંકાઇ જાય છે પરંતુ માથુ, કાન તેમજ ગર્દનમાં ઘણી ઠંડી લાગે છે. જેનાથી બિમાર થવાનો ખતરો વધી જાય છે. બીજી બાજુ ગરમ ટોપી, મફલર તેમજ શૉલની મદદથી એક સાધારણ ઓવરકોટને પણ ટ્રેન્ડી રુપ મળી જાય છે. બાળકો માટે તો થોડા વધારાના કપડા પેક કરો જેથી પાછળથી પરેશાની ઉભી ન થાય. વધારાનું પેકિંગ કરતી વખતે સારી ક્વોલિટીના થર્મલ જરુર પેક કરો, કારણ કે તમારુ થર્મલ જેટલુ ગરમ તેમજ આરામદાયક હશે, કપડાનો બોજ એટલો ઓછો લાગશે.
હાથ મોજા રાખવાનું ન ભૂલો
ઠંડીની ઋતુમાં પોતાના હાથોને પણ ઠંડી હવાથી બચાવવા જરુરી છે. જો હાથ ઠંડા હોય તો કોઇપણ કામ કરવાનું મુશ્કેલ થઇ જાય છે. આજકાલ ઉનના હાથમોજાની ફેશન તો પુરી થઇ ગઇ છે પરંતુ બજારમાં હલકા, ઘણાં જ ગરમ અને વૉટર પ્રુફ હાથમોજાના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પતલા હોવાના કારણે આ હાથમોજા બેગમાં ઓછી જગ્યા રોકશે અને તેને પહેરીને તમે ફોન તેમજ કેમેરાનો ઉપયોગ આરામથી કરી શકશો. તેની પક્કડ સારી રહે છે.
જુતા જે અસરદાર હોય
મુસાફરી માટે શૂઝ પેક કરતી વખતે અંતર તેમજ તાપમાનને જરુર ધ્યાનમાં રાખો. જુતા એવા હોવા જોઇએ જેની પર મોસમનો કોઇ પ્રભાવ ન પડે. બીજુ, હંમેશા ગાઢ રંગોના જુતા મુસાફરી માટે પેક કરો જેથી તેની પર ધૂળ-માટી વગેરે ઓછુ દેખાય. જો તમે પહાડી વિસ્તારમાં ફરવા માટે જઇ રહ્યા છો તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને દોરીવાળા જુતા સારા રહે છે. આ જુતામાં પગ બંધાયેલા રહે છે એટલા માટે પકડ સારી રહે છે. જો તમે બર્ફીલા વિસ્તારમાં ફરવા જતા હોવ તો લાંબા જૂતા અને ગરમ મોજા સાથે લેવાનું ન ભૂલતાં. ધ્યાન રાખો, જુતા જેટલા હલકા તેમજ આરામદાયક હશે, એટલી જ સારી ક્વોલિટીના હશે.
રોકડ પણ સાથે રાખો
ફરવા જઇ રહ્યા છો તો ફક્ત ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ભરોસે ન રહો. પોતાની સાથે પર્યાપ્ત માત્રામાં રોકડ જરુર રાખો. મુસાફરી દરમિયાન અચાનક કોઇ એવો ખર્ચ આવી જાય છે, જ્યાં કાર્ડ ઉપયોગી સાબિત નથી થતું. ઘણીવાર ટૂરિસ્ટ પ્લેસમાં નાની-નાની દુકાનોમાં કાર્ડથી પેમેન્ટ કરવાની વ્યવસ્થા પણ નથી હોતી.
આને પણ લિસ્ટમાં સામેલ કરો
પોલોરાઇઝ્ડ સનગ્લાસ- એક સાધારણ સનગ્લાસમાં સૂર્યના હલકા કિરણો પણ જો બરફથી ટકરાઇને આંખો પર પડે છે તો જોવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. એવામાં પોલોરાઇઝ્ડ સનગ્લાસ વધુ પ્રભાવી સાબિત થાય છે. આની પર ચઢેલી કેમિકલની પરતના કારણે આંખો પર દુષ્પ્રભાવ નથી પડતો.
સનસ્ક્રીન- સનસ્ક્રીન જેટલું ગરમીઓમાં જરુરી હોય છે તેટલું શિયાળામાં પણ જરુરી છે. બરફવાળા વિસ્તારમાં જઇ રહ્યા છો તો સનસ્ક્રીન જરુર લગાવો જેથી બરફથી ટકરાયા બાદ જ્યારે કિરણો તમારી ત્વચા પર પડે તો ટેનિંગ ન થાય.
જરુરી દવા- ઠંડીની ઋતુમાં શરદી-ખાંસીની પરેશાની થવી એ એક સામાન્ય વાત છે. જો ઠંડીની ઋતુમાં ફરવા જઇ રહ્યા છો તો પોતાની સાથે શરદી, ખાંસી, તાવ અને એલર્જીની દવાઓ વગેરે પેક કરો.
યાત્રા બધા માટે છે.
pic :- Source