કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ

Tripoto

માર્ચ 2022 શરુ થયાના બરાબર એક અઠવાડિયા પહેલા, એક મહિના માટે અમે કર્ણાટકના શિમોગા શહેરમાં આવેલા અને શહેરથી માત્ર 15 કિમી દૂર આવેલા આ ખૂબ પ્રાચીન તેમજ રમણીય મંદિરની મુલાકાત લીધી હતી.

Photo of Kudli, Karnataka, India by Jhelum Kaushal

આજ સુધી મેં માત્ર તુંગભદ્રા નદીનું જ નામ સાંભળ્યું હતું. આ સ્થળે આવ્યા પછી મને ખબર પડી કે તુંગ અને ભદ્ર નામની બે અલગ અલગ નદીઓ એક બનીને તુંગભદ્રા નદીનું સર્જન કરે છે.

Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal
Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal

‘કૂડલી’ શબ્દનો અર્થ જ બે નદીઓના સંગમ સાથે જોડાયેલો છે. પૂર્વમાં ભદ્ર અને પશ્ચિમમાં ભદ્ર નદીના બરાબર સંગમસ્થળના કિનારે વસેલું રામેશ્વરમ મંદિર 12મી સદીમાં નિર્માણ પામ્યું હતું જેને દક્ષિણના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આર્કિયોલોજીકલ સર્વે ઓ ઈન્ડિયા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.

આ પ્રાચીન મંદિર ભલે 12મી સદીમાં બન્યું હોય પણ તેનો ઇતિહાસ તેના કરતાં પણ પુરાણો છે. અહીં આસપાસના વિસ્તારોમાં અમુક પુરાવાઓ મળી આવ્યા છે જે બીજી સદીમાં ચૂટુ વંશના રાજાઓ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. સમય જતાં અહીં વનવાસીના કદંબ, બાદામીના ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, કલ્યાણીના ચાલુક્ય, તેમજ હોયસલ રાજવંશો સત્તા પર આવ્યા.

Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal

અનાલંકૃત હોયસલ શૈલીની આ મંદિર પર છાપ જોવા મળે છે. દક્ષિણ ભારતીય મંદિરોમાં જોવા મળતા ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ આવેલા છે.

Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal
Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal
Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal
Photo of કૂડલી રામેશ્વરમ મંદિર: દક્ષિણનું કાશી તેમજ તુંગ અને ભદ્ર નદીનું સંગમસ્થળ by Jhelum Kaushal

અમે વહેલી સવારે શિમોગા પહોંચ્યા બાદ તે જ દિવસે આ મંદિરની મુલાકાત લેવાનું નક્કી કરેલું. બહુ જ ઝડપથી ઈન્ટરનેટ પર નજીકની જગ્યા શોધીને આ સ્થળ નક્કી કર્યું હતું એટલે જ્યારે અમે આ મંદિર જઈ રહ્યા હતા ત્યારે અમને કલ્પના નહોતી કે આ મંદિર આટલું પ્રાચીન હશે અને આટલું અદભૂત હશે.

એકાદ બે માત્ર કન્નડ સમજતાં રિક્ષાવાળાને જવા દીધા પછી અમે એક ભાંગ્યું તૂટયું હિન્દીમાં વાત કરતાં એક રિક્ષાવાળા ભાઈના સંગાથે કૂડલી ભણી ઉપડ્યા. રામેશ્વરમ મંદિર જતાં પહેલા રસ્તામાં નદીના પટનો વિસ્તાર હોવાથી ખૂબ સુંદર હરિયાળી છે.

એ ભાઈ અમને રસ્તામાં કોઈ માતાજીના મંદિર લઈ ગયા એ પણ એક ખૂબ પ્રાચીન પણ બહુ સુંદર મંદિર હતું. શ્રદ્ધાળુઓ ઘણા પાંખી સંખ્યામાં દેખાઈ રહ્યા હતા.

પણ રામેશ્વરમ મંદિરમાં થોડા વધુ સંખ્યામાં યાત્રાળુઓ હતા. એક વિશાળ પટાંગણમાં એક પ્રાચીન મંદિર ખડું હોય તે દ્રશ્ય જ ખૂબ આહલાદક હતું. ઘણા લોકો નદીના સંગમમાં સ્નાન કરી રહ્યા હતા. આ વાતાવરણ ખૂબ પવિત્ર લાગી રહ્યું હતું.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ