જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે

Tripoto

સંસ્કૃત એ દેવોની ભાષા છે. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો અને પુરાણો સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા છે. દુર્ભાગ્યવશ આજે ભારતમાં આ અદભૂત ભાષા માત્ર પુસ્તકો પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે.

Photo of Uttarakhand, India by Jhelum Kaushal

પણ શું તમે જાણો છો? આજે પણ ભારતમાં એક એવું રાજ્ય છે જેની સંસ્કૃત સત્તાવાર ભાષા છે. દેવોની ભાષા સંસ્કૃતને અધિકૃત ભાષા તરીકે ધરાવતું રાજ્ય એટલે દેવભૂમિ ઉત્તરાખંડ.

ચાલો, આ રાજ્યની અવનવી વાતો વિષે જાણીએ:

- 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશમાંથી જુદું થયેલું ઉત્તરાંચલ ભારતનું 27 મુ રાજ્ય છે. વર્ષ 2007થી તેનું નામ બદલીને ઉત્તરાખંડ કરવામાં આવ્યું.

Photo of Uttarakhand, India by Jhelum Kaushal

- આ રાજ્યની રાજધાની દહેરાદૂન છે, પણ તેની હાઇકોર્ટ નૈનીતાલમાં આવેલી છે.

- હરદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જેવા ખૂબ મહત્વના ધાર્મિક સ્થળો આ રાજ્યમાં આવેલા હોવાથી ઉત્તરાખંડને ‘દેવભૂમિ’ હોવાનું બહુમાન મળ્યું છે. પવિત્ર કુંભમેળાનું પણ અહીં આયોજન થાય છે.

Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal
Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal

- અહીં આવેલું પ્રાચીન તુંગનાથ મહાદેવ મંદિર એ વિશ્વનું સૌથી ટોચ પર આવેલું શિવ મંદિર છે. તુંગનાથ શબ્દનો અર્થ જ શિખરોના ભગવાન તેવો થાય છે.

- ‘પહાડોની રાણી’ મસૂરી, ઔલી, હરદ્વાર, ઋષિકેશ, ઉત્તર કાશી, નૈનીતાલ, અલમોરા, રુદ્રપ્રયાગ વગેરે ઉત્તરાખંડના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો છે.

- એડવેન્ચરના શોખીનો માટે ઉત્તરાખંડમાં ટ્રેકિંગ (હિમાલય), બંજી જમ્પિંગ (ઋષિકેશ), સ્કીઇંગ (ઔલી), રાફ્ટિંગ (ઋષિકેશ), ગોલ્ફ (રાનીખેત), પેરાગ્લાઈડિંગ (મુક્તેશ્વર), કેમ્પિંગ વગેરે જેવી આકર્ષક એક્ટિવિટીઝ થાય છે.

Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal
Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal

- 7816 મીટરની ઊંચાઈ પર આવેલું નંદાદેવી શિખર એ કાંચનજંઘા પછી ભારતનું બીજા ક્રમનું સૌથી ઊંચું શિખર છે.

- આ રાજ્યનો 80% કરતાં પણ વધુ વિસ્તાર પહાડી વિસ્તાર છે જેમાં 60% કરતાં પણ વધુ ભાગ જંગલોથી ઢંકાયેલો છે.

- ઉત્તરાખંડમાં 1936માં બનાવવામાં આવેલું જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનું સર્વ પ્રથમ નેશનલ પાર્ક છે.

- અહીં આવેલા નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ એ UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે.

Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal

- અર્થતંત્રને વેગવંતું રાખવા પાછળ સૌથી મોટો ફાળો પ્રવાસન ક્ષેત્રનો છે, ત્યાર પછી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશનનો ક્રમ આવે છે.

- મધ્ય પ્રદેશ બાદ ઉત્તરાખંડ ભારતનું બીજા ક્રમનું સૌથી ઝડપી વિકાસ કરી રહેલું રાજ્ય છે.

- ગઢવાલ પ્રદેશમાં ભાગીરથી નદી પર બાંધવામાં આવેલો ‘ટેહરી ડેમ’ એ ભારતનો સૌથી મોટો અને સૌથી ઊંચો પાણીનો બંધ છે.

Photo of જાણો ભારતના એકમાત્ર રાજ્ય વિષે જ્યાં સંસ્કૃત ઓફિશિયલ ભાષા છે by Jhelum Kaushal

શું તમે દેવભૂમિ ઉત્તરાખંડ વિષે આ વાતો જાણતા હતા??

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ