બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા!

Tripoto

આમ તો જીવન ઘણું જ ટૂંકું છે; તેમાં પણ કોઈ ખડૂસ બોસના હાથ નીચે કામ કરવું પડે તો વધારે ટૂંકું લાગે છે. એક સર્વે અનુસાર ખૂબ કડક સ્વભાવના બોસને કારણે 77% કર્મચારીઓ તણાવગ્રસ્ત રહે છે.

પણ જો તમે ખુશનસીબ હશો તો તમારા બોસ તમને કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન તો આપશે જ, સાથોસાથ તમને ખુશ પણ રાખશે.

આવા જ એક જિંદાદિલ બોસ છે મિક્સ માર્શલ આર્ટસ કંપની ઇવોલ્વના સ્થાપક છત્રી સિત્યોતોંગ.

શું કામ?

કારણકે તેઓ આ કંપનીને વર્ષમાં 30% સુધીનો ફાયદો થયાની ખુશીમાં કંપનીના 100 કર્મચારીઓને માલદીવ વેકેશન મનાવવા લઈ ગયા હતા. એ પણ ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ઉતારા સાથે!

Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 1/8 by Jhelum Kaushal

વર્ષમાં એક વાર આવો કોઈ પ્રવાસ કરાવનાર ઇવોલ્વના ફાઉન્ડરનુ કહેવું છે કે કંપનીની બધી જ સફળતા પાછળ સૌ કર્મચારીઓની મહેનત જવાબદાર છે. આ પ્રવાસ તેમની નાનકડી પ્રશંસા છે!

"મારા કર્મચારીઓ પૈકી અનેક લોકો દુનિયા ફરવા તો ઈચ્છે છે પણ, સગવડના અભાવે નથી જઈ શકતા. મારી ઇવોલ્વ ટીમમાં મોટા ભાગના લોકો ગરીબ કે પછાત પરિવારના છે. તેમના માટે ગરીબીમાંથી બહાર આવીને તેમના સપનાંની દુનિયા વસાવવા માટે ઇવોલ્વ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે. સારા લોકોને સારી તક મળવી જ જોઈએ. આ જ ન્યાય છે. દુનિયામાં કેટલાય લોકો પૈકી આપણે માત્ર અમૂકને જ નોકરીએ રાખી શકીએ છીએ. આવામાં મહેનતુ કર્મચારીને યોગ્ય પુરસ્કાર પણ મળવો જોઈએ. કામના સમયે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને ફરવાના સમયે ખૂબ મોજ-મસ્તી કરીએ છીએ." બિઝનેસ એશિયાવન સાથેના ઇંટરવ્યૂમાં તેઓ જણાવે છે.

ઘણા બોસ તો તેમના કર્મચારીઓને એક નાનકડી પાર્ટી આપીને ખુશ કરી દેતા હોય છે જ્યારે સિત્યોતોંગએ પોતાના કર્મચારીઓને પ્રવાસે લઈ જવા 3.3 કરોડ રૂપિયા (3,92,000 યુરો)નો ખર્ચો કર્યો!!

આ રહ્યા તેમની માલદીવ ટ્રીપના અમુક ફોટોઝ જેમાં તેમનો આનંદ સ્પષ્ટપણે જોઈ શકાય છે:

Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 2/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 3/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 4/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 5/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 6/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 7/8 by Jhelum Kaushal
Photo of બોસ હોય તો આવા: કર્મચારીઓને વેકેશન મનાવવા માલદીવ લઈ ગયા! 8/8 by Jhelum Kaushal

વધુ ફોટોઝ આપ અહીં જોઈ શકો છો.

ફોટો ક્રેડિટ્સ: ઇવોલ્વ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ