જાણો 2022માં બોલીવુડ સેલેબ્સ ક્યાં ફરવા ગયા, તમે પણ લો પ્રેરણા

Tripoto
Photo of જાણો 2022માં બોલીવુડ સેલેબ્સ ક્યાં ફરવા ગયા, તમે પણ લો પ્રેરણા by Paurav Joshi

2021 માલદીવનું વર્ષ હતું અને આ વર્ષ લંડનના નામે રહ્યું છે! તેમાં કોઈ શંકા નથી કે સેલેબ્સની Instagram ફીડ્સ હંમેશા આપણને ટ્રાવેલ કરવા માટે પ્રેરિત કરે છે.

યુરોપથી લઇને એશિયા સુધી, આવો વિશ્વભરમાં બોલિવૂડ સેલેબ્સની Instagram પ્રોફાઇલ્સમાં તેમણે નાંખેલી હોલિડે પોસ્ટ પર એક નજર નાંખી લઇએ. શબાના આઝમી, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, નતાશા પૂનાવાલા અને અમૃતા અરોરા જેવા સેલેબ્સની પોસ્ટ પરથી અમને શું જાણવા મળ્યું તે જોઇએ.

1. લંડનમાં ફેમિલી ટાઇમ

લંડનમાં રહેતી સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા સાથે સોનમની કાકી માહીપ અને કાકા સંજય કપૂર પણ જોડાયા હતા. તેઓ એડેલના કોન્સર્ટમાં પણ જોવા મળ્યા હતા.

2. લંડનમાં વર્કઆઉટ!

અને સારા અલી ખાન લંડનમાં ઝડપી વર્કઆઉટ કરી રહી હતી!

3. ન્યૂ યોર્કને એક્સપ્લોર કર્યું

સુંદર દેખાતા કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ અત્યારે લગ્ન પછીની મોમેન્ટ્સ એન્જોય કરી રહ્યા છે. આ બોલિવૂડ દંપતીએ 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વૈભવી સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતા. જેમ કે તેમના ચાહકો તેમને કહે છે - 'વિકટ્રીના' એ ઇન્સ્ટાગ્રામ ફીડ્સમાં તેમના ન્યૂયોર્કમાં પસાર કરેલા સમયના સુંદર ફોટોઝ અપલોડ કર્યા.

4. માલદીવ કેમ રહી જાય!

કેટરીનાના 39માં જન્મદિવસની ઉજવણી કરવા માટે આ કપલ માલદીવ રવાના થયું હતું. તેમની સાથે તેમના મિત્રો અને કુટુંબીજનો પણ આ ટૂરમાં જોડાયા હતા. કેટરીનાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની આ ટૂરના ફોટોઝ જોવા મળ્યા હતા.

5. મીરા કપૂર અને શાહિદ કપૂર

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે લંડનથી આ તસવીર શેર કરી અને લખ્યું, "મમ્મીની રજા."

6. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ટ્રાવેલિંગ કરવું ગમે છે અને તેમનું ઇન્સ્ટાગ્રામ ફીડ તેનો પુરાવો છે. આ કપલે ઘણા સ્થળોની મુલાકાત લીધી છે જેનો અમે ટ્રેક રાખી શક્યા નથી! તેઓ યુરોપમાં જોવા મળ્યા હતા અને તે પહેલા તેઓએ લંડનમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું. અને બોલિવૂડ માલદીવને કેવી રીતે ભૂલી શકે? હકીકતમાં, જૂનમાં, કપલ માલદીવમાં રજાઓ માણી રહ્યું હતું. તેઓએ ઉત્તરાખંડમાં પણ રજાઓ માણી!

7. દિશા પટણીએ માલદીવને એક્સપ્લોર કર્યું !

માલદીવની વાત કરીએ તો, દિશા પટણીએ આ વર્ષની શરૂઆતમાં તેના મનપસંદ હોલિડે ડેસ્ટિનેશન, માલદીવ માટે ઉડાન ભરી હતી.

જ્યારે બોલિવૂડ સેલેબ્સ હંમેશા વિશ્વ અથવા ઓછામાં ઓછા લંડનની મુલાકાત તો લેતા જ હોય છે, ત્યારે તમે આ વર્ષ પૂરું થાય તે પહેલાં ક્યાં જવાનું આયોજન કરી રહ્યાં છો? અમને કોમેન્ટમાં જણાવો કે તમારી મનપસંદ સેલિબ્રિટી કઈ છે અને જો અમે કોઈ બોલિવૂડ ટ્રાવેલ સ્ટોરી ચૂકી ગયા હોઇએ તો તે પણ અમને જણાવો.

આ પ્રવાસ અને બોલિવૂડ આર્ટિકલ્સથી તમને મળશે પ્રેરણા:

ફરવાની કોઇ ઉંમર નથી હોતી, નીના ગુપ્તાએ તેની સોલો ટ્રીપના ફોટા મૂકીને આ સાબિત કર્યું છે!

81 વર્ષની ઉંમરે, અભિનેત્રી બની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, વહીદા રહેમાન સાબિત કરે છે કે ફરવાની કોઇ ઉંમર નથી હોતી!

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો