ફરવા જતા પહેલા બજેટ બનાવવું એ સૌથી સારી આદત છે અને એ ઉપરાંત ઘણી ટ્રિક્સનો ઉપયોગ કરીને આપણે આપનો ખર્ચ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ ફરવા જતી વખતે સૌથી મોટી બચત કરવા માટે એ નક્કી કરવું જરૂરી છે કે ક્યાં જવું, ક્યારે જવું અને કઈ રીતે જવું.
ચાલો જાણીએ ખર્ચ બચાવવાની તરકીબો:
1. ફરવાની જગ્યાની પસંદગી
ફરવા જવામાં સૌથી વધુ ખર્ચ ફ્લાઈટમાં થતો હોય છે એટલે સ્કાય સ્કેનર અને હેપ્પી ઇઝી જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને જાણી લો કે કઈ ફ્લાઈટ સસ્તી મળી રહી છે. એમાં બજેટ નાખીને તમે કોઈ પણ ફ્લાઈટ જોઈ શકો છો.
2. બજેટ ટ્રાવેલ બ્લોગર્સને ફોલો કરો
તમે પસંદ કરેલી જગ્યાના બજેટ ટ્રાવેલર્સના બ્લોગ વાંચો અને જાણો કે ત્યાં કઈ રીતે બજેટ ટ્રાવેલ શક્ય છે.
3. ઑફ સિઝનનો ફાયદો લો
ઓફ સીઝનમાં પ્રવાસનો ખર્ચ 70 % સુધી ઓછો જોવા મળી શકે છે ઉપરાંત પર્યટકોની ઓછી ભીડ તો સોને પે સુહાગ જેવું સાબિત થાય છે. સ્કાય સ્કૅનરના ચીપેસ્ટ મંથ ઓપ્શન નો ઉપયોગ તમે કરી શકો છો.
4. ક્યુ બુકિંગ પહેલા કરવું
ફ્લાઈટ ચાર થી છ અઠવાડિયા પહેલા સસ્તી થઇ જતી હોય છે પરંતુ પ્રાઈઝ એલર્ટ સેટ કરી રાખો જેથી તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળી શકે. વિઝા અને હોટેલ અંગે પણ પૂરતી માહિતી સાથે રાખો.
5. મેટા સર્ચ એન્જીન -
સ્કાય સ્કેનર, ટ્રિપોટો, ટ્રેવેક્સ, કાયક વગેરે વેબસાઈટ તમને કોઈ પણ એક્સટ્રા ચાર્જ વગરની કિંમતો દર્શાવે છે માટે એનો ઉપયોગ જરૂર કરો.
6. રોકવાના વિકલ્પ -
હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ સામાન્ય રીતે હોટેલ્સ કરતા ઘણી જ ઓછી કિંમતે મળી રહેતા હોય છે. રહેવા માટે હોટેલ્સ સિવાય એઇર બી એન બી જેવા પણ વિકલ્પનો ઉપયોગ કરો. અને સૌથી શ્રેષ્ઠ હોમ સ્ટેનો પણ અનુભવ ચોક્કસ લો.
7. વોલન્ટીયરનીંગ -
તમે ફરવાની સાથે વોલન્ટિયરિંગ કરીને તમારા ઘણા ખર્ચ બચાવી શકો છો ઉપરાંત એક સારું કામ કરવાની લાગણી તો ખરી જ.
8. સુપર માર્કેટ અને પોતાની રસોઈ -
સ્થાનિકો કઈ રીતે પોતાની રોજબરોજની ખરીદી કરે છે એ જુઓ અને વધુ પડતા ભાવ આપીને સમાન ખરીદવામાંથી બચો. ઘણી હોટેલમાં સેલ્ફ કેટરિંગ કિચન હોય છે એનો ઉપયોગ કરો અને ખાવા પીવાનો ખર્ચ ઘટાડો.
9. ભાષા માટેની એપનો ઉપયોગ કરો
ગૂગલ ટ્રાન્સલેટ જેવી ભાષાકીય એપ તમને અજાણી જગ્યાઓએ ખુબ જ મદદરૂપ થાય છે. લોકો સાથે બાર્ગેન કરવામાં, જગ્યાઓ શોધવામાં અને ચીટિંગથી બચવા માટે આ એપ્સનો ઉપયોગ કરો.
10. જરૂરી વસ્તુઓ માટે જ ખર્ચ કરો -
જે વસ્તુઓ તમારા માટે અત્યંત જરૂરી હોય એને બજેટમાં મોટો હિસ્સો આપો પરંતુ બાકીની વસ્તુઓ માટે તમારા ખર્ચ પર કાબુ રાખો. ખાવા માટે જો કોઈ જગ્યાએ જય રહ્યા હો તો ફરવા અને નાઈટ લાઈફ માટે ખર્ચ ન કરો અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો નક્કી કરીને જ હામેહસા ફરવા નીકળો.
.