ભારતમાં તીર્થયાત્રા દરેક હિંદુ વ્યક્તિના જીવનનો એક અહેમ ભાગ છે. આ ચાર ધામની તીર્થયાત્રામાં ચિત્રકુટ મહત્વનો પડાવ છે એ તો બધા જાણે જ છે. પરંતુ શું તમે એ જાણો છો કે ચિત્રકુટમાં જ એક એવી જગ્યા છે જ્યાંની યાત્રા કર્યા વગર તમારી તીર્થયાત્રા અધુરી છે.? એ સ્થળ કામદગિરિ છે, કે જેને અસલી ચીત્રકુટ પણ કહેવામાં આવે છે.
કામદગિરિવું મહત્વ
રામાયણમાં કામદગિરિનું વિશેષ મહત્વ છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે વનવાસના 11 વર્ષ ગાળ્યા હતા. આ જ સ્થળે ભરત મિલાપ પણ થયો હતો.
કામદગિરિ નું વરદાન
રામાયણના પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામએ આ પર્વત છોડીને આગળ વધવા પ્રયાણ કર્યુ ત્યારે પર્વતે તેમને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ચિત્રકુટનું મહત્વ જ્યાં સુધી શ્રી રામ છે ત્યાં સુધી જ છે, એમના ગયા પછી આ જગ્યાનો કોઈ ભાવ નહીં પુછે. આ સાંભળી ભગવાન શ્રી રામે પર્વતને આશિર્વાદ આપ્યા કે જે કોઈપણ આ પર્વતની પરિક્રમા કરશે તેની હર એક મનોકામના પુર્ણ થશે, અને એટલું જ નહીં ચિત્રકુટ ધામની યાત્રા પણ આ પર્વતની પરિક્રમા કર્યા બાદ જ પુર્ણ માનવામાં આવશે. ઈચ્છા પુરી કરવા વાળા પર્વતના કારણે તેનુ નામ કામદગિરિ રાખવામા આવ્યુ અને આજે હજારો શ્રધ્ધાળુઓ મનમા ઈચ્છાઓ લઈને તેને પુરી કરવાની આશાથી કામદગિરિની પરિક્રમા કરે છે.
કામદગિરિના જોવાલાયક સ્થળો
કામદગિરિની 5 કિમી લાંબી પરિક્રમાની શરુઆત રામઘાટમાં ડુબકી લગાવવાથી થાય છે. એવું માનવામાં આવે છે કે ચિત્રકુટમાં નિવાસ દરમિયાન શ્રી રામ આ જ ઘાટમાં સ્નાન કરતા અને તેમણે પિતા દશરથનો પિંડદાન પણ મંદાકિની નદીના કિનારે બનેલા આ ઘાટ પર જ કર્યો હતો. આ ઘાટ પર સાંજની આરતીમા ભળી તમે આધ્યાત્મની નજીક જાઓ છો.
પરિક્રમા ના રસ્તામા જ ભગવાન કામતાનાથનું મંદિર આવે છે. ભગવાન કામતાનાથને રામનું જ એક સ્વરુપ માનવામાં આવે છે. મંદિરમાં કામતાનાથ સાથે કામદગિરિ દેવીની પણ પુજા કરવામાં આવે છે.
ભરત મિલાપ મંદિર
કામદગિરિ પર આવેલું આ મંદિર રામાયણના એ અહેમ અધ્યાયનું પ્રતિક છે જેમા ભરત, શ્રી રામને વનવાસ છોડીને અયોધ્યા પાછા આવવા માટે મનાવવા આવ્યા હતા. કહેવાય છે કે આજે પણ ચારેય ભાઈઓના પગના નિશાન અહીં જોવા મળે છે.
આ એ જ પહાડી છે કે જ્યાં વનવાસ દરમિયાન લક્ષ્મણ રહેતા હતા અને ધ્યાન રાખતા હતા. અહીં પહોંચવા માટે તમારે અંદાજીત 200 દાદરા ચડવા પડે છે પણ તમે અહીંથી આખા ચિત્રકુટનો નજારો જોઈ શકો છો.
તો તમારી કામદગિરિની યાત્રા પર તમે ચાર ધામોમાંથી એક ચિત્રકુટના પણ દર્શન કરી શકો છો. અને હા, ભારતના નાઈગ્રા ફોલ કહેવાતા એવા ચિત્રકુટ ઝરણાની અદ્ભુત વિશાળતા જોવાનું ચુકશો નહીં.
કેવી રીતે પહોંચશો કામદગિરિ ?
હવાઈમાર્ગ : કામદગિરિથી સૌથી નજીકનું એરપોર્ટ ખજુરાહોનું છે, જે અહીંથી 175 કિમી દુર છે. તમે ખજુરાહોથી બસ કે ટેક્સી દ્વારા કામદગિરિ પહોંચી શકો છો.
રેલ માર્ગ : ચિત્રકુટ ધામ કાર્વી અહીંનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. તમે અહીંથી બસ કે ટેક્સી કરીને સહેલાઈથી કામદગિરિ પહોંચી શકો છો.
સડક માર્ગ : કામદગિરિ, મધ્ય પ્રદેશના બાકીના શહેરોથી સરળતાથી જોડાયેલું છે તો તમે અહીં બસ કે ટેક્સી દ્વારા આસાનીથી પહોંચી શકો છો.
કામદગિરિ યાત્રા માટેનો શ્રેષ્ઠ સમય
એમ તો આખુ વર્ષ કામદગિરિમાં શ્રધ્ધાળુઓની ભીડ રહે છે પણ જો તમે અહીં રામનવમી, દિપમાલિકા કે કોઈપણ મહિનાની અમાસ પર આવો તો અહીં ભરાતા મેળામાં પણ ભાગ લઈ શકો છો. તે દિવસોમાં અહીંનો નજારો કંઈક અલગ જ હોય છે.