હિમાચલનું બિર બિલિંગ વિશ્વમાં પેરાગ્લાઇડિંગ માટે બીજા નંબરનું સૌથી સારું સ્થળ છે. અમારી ત્યાંની ટુર વિષે જાણો અહીંયા!
દિલ્લીથી બિર બિલિંગ
ચંદીગઢ થઈને જતી દિલ્લી - બિર બિલિંગ માટેની સરકારી અને પ્રાઇવેટ વોલ્વો બસ આસાનીથી મળી રહે છે. 800 થી 1300 રૂપિયા સુધીમાં તમને AC બસ મળી રહેશે.
આખી રાતની મુસાફરી કરીને અમે 10 વાગે હોટેલ પહોંચ્યા અને ત્યાં સૌથી પહેલી વાર પેરાગ્લાઈડીંગનો નજારો જોઈને અમારા હોશ ઉડી ગયા.
ડે 1 - બિર બિલિંગની સફર
સૌથી પહેલા અમે અમ્મસ નામના એક ફેમિલી રેસ્ટોરન્ટ પહોંચ્યા.
લંચ પછી અમે પેબલન્ગ શેરબલિંગ અને ચોકલિંગ મઠ જોવા ગયા. સફેદ, લાલ અને અન્ય રંગબેરંગી રંગો વાળી આ મોનેસ્ટ્રી ખુબ જ સુંદર છે.
ડે 2 - સપનાઓની ઉડાન
સવારે 9 વાગે અમે પેરાગ્લાઇડિંગ માટે ગયા. વિડીયો સાથે પેરાગ્લાઇડિંગ કરવા માટે અડધી કલાકના 2500 અને વિડીયો વગર 2000 નો ખર્ચ થાય છે. પેરાગ્લાઇડિંગ વખતે માત્ર એક વસ્તુ યાદ રાખો કે તમે અને પાઇલટ સાથે ખીણ તરફ ભાગો અને હવામાં ન હો ત્યાં સુધી બેસવું નહીં. ખુબ ધ્યાન રાખવું જરૂરી છે.
બધા ઇકવીપમેન્ટ ચેક કરીને જયારે પાઇલટે "ગો" કહ્યું અને એની પાંચ છ સેકન્ડમાં તો અમે હવામાં હતા! પાઇલટ સાથે થોડી વાતો કરી અને ઉતારતા સમયે થોડી માજા પણ કરી. અને થોડા સમયમાં અમે નીચે ઉતરી ગયા.
પેરાગ્લાઇડિંગ કાર્ય પછી અમારી પાસે 24 કલાક હતા એટલે સૌથી પહેલા અમે જમ્યા અને પછી ફરવા નીકળી પડ્યા. અને ત્યાર પછી હોસ્ટેલ પહોંચીને નવા નવા લોકો સાથે વાતો કરવામાં જ સમય નીકળી ગયો.
ડે 3 - બિરને આવજો
સવારે અમે સિલ્વર લાઇનિંગ નામના એક કેફેમાં નાશ્તો કર્યો અને લેન્ડિંગ સાઈટ પાર જોઈને આકાશમાં ઉડતા ગ્લાઇડર્સને નિહાળ્યા.
પાછા ફરવાનું મન ન હતું પરંતુ દિલ્લી પાછી બોલાવી રહી હતી. ફરી મળવાના વચન સાથે અમે પાછા ફરવા નીકળ્યા.
.