360 યાત્રીઓની દુબઇની ફ્લાઇટમાં એકલા કરી મુસાફરી, જાણો ભાવેશ ઝવેરીની આ સ્વર્ણિમ યાત્રાની કહાની

Tripoto

ભાવેશ ઝવેરી, વ્યવસાયે હીરાના વેપારી, અંદાજે 20 વર્ષોથી દુબઇમાં રહે છે. ગત 19 મેના રોજ તેમની સાથે એક એવી ઘટના બની જે તેમની ફ્લાઇટની સફરની સૌથી યાદગાર યાત્રા બની ગઇ.

મેની 19 તારીખે મુંબઇથી દુબઇની ફ્લાઇટમાં જવા માટે રવાના થયા, ત્યારે તેઓ 360 લોકોની ફ્લાઇટમાં મુસાફરી કરનારા એકલા યાત્રી હતા.

જેવા તેઓ મુસાફરી માટે એમિરેટ્સ પ્લેનમાં આવ્યા, બધી એર હોસ્ટેસ અને પાયલટ તેમજ ક્રૂ મેમ્બર્સે તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. ભાવેશે આ ફ્લાઇટ માટે કુલ 18000 રુપિયાની ટિકિટ ખરીદી હતી.

Photo of 360 યાત્રીઓની દુબઇની ફ્લાઇટમાં એકલા કરી મુસાફરી, જાણો ભાવેશ ઝવેરીની આ સ્વર્ણિમ યાત્રાની કહાની 1/1 by Paurav Joshi

આ મુસાફરીમાં પાયલોટે તેમને પ્લેન ફેરવવાની ઓફર પણ આપી.

કેવીરીતે બની આ સ્વર્ણિમ ઘટના

આમાં કેટલીક નાની વાતો પણ પ્રભાવી છે. સૌથી પહેલા તો કોરોના વાયરસના કારણે સંયુક્ત આરબ અમિરાતે ભારતથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ પ્રતિબંધ સંયુક્ત આરબ અમિરાતના નાગરિકો, રાજકીય વ્યક્તિઓ કે ગોલ્ડન વીઝા ધારકો માટે લાગુ નથી.

હવે, ભાવેશ પાસે ગોલ્ડન વીઝા હોવાથી તેમને સ્વર્ણિમ યાત્રા કરવાની તક મળી.

જો તેઓ મુસાફરી ન કરતા તો પ્લેનને યાત્રી વગર જ યાત્રા કરવી પડતી.

અઢી કલાકની યાત્રાને ભાવેશ પોતાના જીવનની સૌથી ખાસ યાત્રા માને છે.

કેવો લાગ્યો આપને આર્ટિકલ, અમને કોમેન્ટ બોક્સમાં જરુર જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો