ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો

Tripoto
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

દિવસ ૧

ફરવાનો શોખ બધાને હોય છે બસ બધાની પસંદ અલગ હોય શકે છે. કોઈને ઐતિહાસિક પ્રવાસ પસંદ છે તો કોઈ વાદીઓની સેર કરવા માંગે છે. આવામાં કેટલાક લોકો હોય છે જે રોમાંચનો આનંદ લેવા માંગે છે અને ટ્રેકિંગની ઈચ્છા રાખે છે. ટ્રેકિંગમાં રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતા નજીકથી જોવા મળે છે. આજે આ આર્ટિકલમાં અમે તમારા માટે ભારતના અમુક એવા ટ્રેકની જાણકારી લાવ્યા છીએ જે ટ્રેકિંગના શોખીનોને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો તેના વિશે જાણીએ.

પાર્વતી ઘાટી ટ્રેક

પાર્વતી ઘાટી ટ્રેક હિમાલયી ક્ષેત્રમાં સૌથી પડકારરૂપ ટ્રેકના રૂપમાં માનવામાં આવે છે, જે રોમાંચને શોધતા લોકો માટે એકદમ પરફેક્ટ છે. અહીંના ચારેય બાજુના મનમોહક દ્રશ્યો તમને એમની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દેશે. પાર્વતી ઘાટી ટ્રેક ખૂબ જ લાંબો અને ખૂબ જઆશ્ચર્યચકિતકરી દે તેવો ટ્રેક છે પણ તે ખૂબ જ શાનદાર છે. જેમ જેમ ઉંચાઈ વધે છે તેમ આસપાસના જંગલો , લીલાછમ ઘાસના મેદાનો અને નદીઓ તમને આકર્ષણથી મંત્રમુગ્ધ કરી દેશે.જો તમે યુવાન છો અને એકદમ ફીટ છો તો તમારે પાર્વતી ઘાટી ટ્રેક પર જવું જ જોઈએ.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

ગોમુખ તપોવન ટ્રેક

ગોમુખ તપોવન ટ્રેકને ભારતમાં સૌથી સારું ટ્રેકિંગ સ્થળ કહી શકાય છે કારણ કે તે ટ્રેકિંગની સાથે સાથે અદભુત પ્રવાસનું સ્થળ પણ પ્રદાન કરે છે અને તેની સાથે આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે. ટ્રેક ભાગીરથી નદીના કિનારાથી શરુ થાય છે તેથી તેને ગોમુખ તપોવન ટ્રેકના નામે ઓળખવામાં આવે છે. તપોવનનું શિબિર હિમાલયના અમુક દુર્લભ સ્થળોને પ્રસ્તુત કરે છે. ગોમુખ તપોવન ટ્રેકમાં આઠ શિખરોનું શિવલિંગ, મેરુ પર્વત , ભૃગુપન્ત , સુદર્શન ગંગોત્રી ગ્લેશિયરની સાથે અદભુત દ્રશ્યો પ્રસ્તુત કરતા બીજા ઘણા શિખરો પણ આ ટ્રેકનો ભાગ છે. ટ્રેકના સમયે તમે લીલાછમ ઘાસના મેદાનમાં ચાલતી વખતે ગઢવાલ હિમાલયના ઉંચા શિખરોના સુંદર દ્રશ્યો જોઈ શકાય છે. ગોમુખ તપોવન ટ્રેક નવ દિવસમાં પૂરો થાય છે. ટ્રેકિંગ કરતા પહેલા તમે એકદમ સ્વસ્થ અને ફીટ હોવા જોઇએ.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

આદિ કૈલાશ ટ્રેક

આદિ કૈલાશ ટ્રેક પર ઘણા બધા લોકો તેમના પરિવારની સાથે જવાની ઈચ્છા રાખે છે કારણ કે આ એક ધાર્મિક ટ્રેક છે પરંતુ આ ટ્રેક એટલો સહેલો નથી એટલે જે લોકો એકદમ સ્વસ્થ છે અને અનુભવી છે તેમને જ આ ટ્રેક પર જવા દેવામાં આવે છે. સમુદ્ર તટથી ૬૧૯૧ મીટરની ઉંચાઈ પર સ્થિત આદિ કૈલાશ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના તિબેટ સીમાની નજીક છે અને જોવામાં તે એકદમ કૈલાશની પ્રતિકૃતિ લાગે છે.કૈલાશ માનસરોવરની યાત્રાની જેમ જ આદિ કૈલાશ યાત્રા પણ રોમાંચ અને સુંદરતાથી ભરેલ છે , આમાં પણ ૧૦૫ કી.મી.ની યાત્રા ચાલતા કરવી પડે છે. આ ટ્રેકથી પ્રવાસીઓ કુમાઉ હિમાલયના કેન્દ્ર માં જાય છે. ટ્રેકિંગના સમયે અન્નપૂર્ણા, કાલી નદી , જંગલો અને પ્રસિધ્ધ નારાયણ આશ્રમની શાનદાર પર્વત શૃંખલાઓના સજીવ ચિત્ર જોવા મળે છે. કાલી મંદિર પહોંચીને આ ટ્રેક પૂરો થાય છે. લોકો અહી આવીને અપાર શાંતિનો અનુભવ કરે છે.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

ચોપતા ચંદ્રશિલા ટ્રેક

ચોપતા ચંદ્રશિલા ટ્રેક ભારતના એવા અમુક ટ્રેકોમાથી એક છે જ્યાં વર્ષમાં કયારેય પણ જઈ શકાય છે. અનુભવી ટ્રેકરોના મતે માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે અહી ટ્રેકિંગ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ટ્રેક દરમિયાન કેદારનાથ, ચૌખમ્બા , નંદા દેવી અને ત્રિશુલ જેવા અલગ અલગ હિમાલયી શિખરોના સુંદર દ્રશ્યો જોવા મળે છે. ટ્રેકનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવને સમર્પિત ૧૦૦૦ વર્ષ જૂનું તુંગનાથ મંદિર છે. તુંગનાથથી ૧ કલાકના અંતરે ચંદ્રશિલા પિક ( ૪૧૩૦ મીટર) છે જ્યાંથી હિમાલયની શ્રેણી અને પિક શ્વાસ રોકી દે તેવા નજારા દેખાય છે.ચોપતાથી ટ્રેક કરતા સમયે ગાઢ જંગલોમાં તમને પક્ષીઓની ૭૬ કરતા પણ વધારે અલગ પ્રજાતિઓ જોવા મળશે.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

વેલીઓફ ફ્લાવર્સ ટ્રેક

વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક સૌથી સારા ટ્રેકિંગ ટુરમાંથી છે જે યુનેસ્કોના વિશ્વ વારસામાં સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં ૩૦૦ થી વધારે પ્રકારના અલ્પાઈન ફૂલ છે તેના સિવાય એક જૈવ વિવિધતા પણ છે જે બહુ ઓછી જાણીતી રહી છે. વેલી ઓફ ફ્લાવર્સ નંદા દેવી બાયોસ્ફિયર રીઝર્વનો એક હિસ્સો છે, અને તેના માટે ટ્રેક ઘાંઘરિયાથી શરુ થાય છે. વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેકનો સૌથી સારો સમય ચોમાસાનો છે કારણ કે ચોમાસામાં આ પ્રાચીન ઘાટી અલગ અલગ પ્રકારના હજારો રંગીન અને ઉચ્ચ ઊંચાઈવાળા હિમાલયી ફૂલોથી ભરાઈ જાય છે જેનાથી ત્યાં એક સ્વર્ગ જેવું લાગે છે. જો તમે ટ્રેકિંગ કરતી વખતે મનમોહક સુંદરતામાં ખોવાઈ જવા માંગો છો તો વેલી ઓફ ફ્લાવર્સ ની ટ્રેકિંગ તમારા માટે યાદગાર અનુભવ હોય શકે છે.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

મારખા ઘાટી ટ્રેક

મારખા ઘાટી લદ્દાખ ક્ષેત્રની સૌથી મોટી ઘાટીઓમાંથી એક છે અને આ ઘાટી આ ક્ષેત્રમાં સૌથી લાંબી વોકિંગ ટ્રેંલ્સમાંથી એક છે. લદ્દાખનાં સૌથી પ્રસિધ્ધ ટ્રેકોમાથી એક , મારખા ઘાટીની ટ્રેકિંગ દૂરના પર્વતીય માર્ગો,વિચિત્ર મઠના વસાહતો અને કાંગ યાટઝ પિકનાં સિલુએટમાં નિમલિંગના અલ્પાઇન ઘાસના મેદાનોમાંથી પસાર થાય છે. મારખા ઘાટી ટ્રેક માર્ગમાં સૌથી વધુ ગામડામાં તમને રોકાવા માટે પેરાશૂટ ટેંટ આવાસ મળે છે જ્યાં તમે ટ્રેકિંગના સમયમાં રાત રોકાઈ શકો છો. આ ટ્રેકમાં એક મારખા નદી છે જેને ટ્રેકર્સે પાર કરવાની હોય છે પણ આ નદી વધારે ઊંડી નથી. આના સિવાય આ ટ્રેક વિશે ઘણી વાતો છે જે આ ટ્રેકને આકર્ષક અને રોમાંચક બનાવે છે.

Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal
Photo of ભારતના આ શ્રેષ્ઠ ટ્રેક , જે તમને દેખાડશે રોમાંચની સાથે પ્રાકૃતિક સુંદરતાના દ્રશ્યો by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

More By This Author

Further Reads