મોન્સૂન એસ્કેપ્સ! - ગુજરાતના 5 સ્થળો, ચોમાસુ પ્રેમીઓ માટે

Tripoto
Photo of Gujarat, India by Jhelum Kaushal

ભારતમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ નિઃશંકપણે ચોમાસુ છે. ઘણા લોકો ભીની માટીની સુગંધ લેવા માટે ચોમાસાના પહેલા વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે. બારી પાસે અથવા બાલ્કનીમાં બેસીને વરસાદ સાથે પુસ્તક વાંચવાની મજા પણ અદભુત છે. આ ચોમાસામાં હું સુરત - ગુજરાત છું તો અહીંના અમુક સ્થળોની વાત કરીશ.

વલસાડ નજીક પારનેરા હિલ અને મંદિરનો ટ્રેક -

486 પગથિયાં સાથેનું ચઢાણ કરતી વખતે ઘણા જ નાના મંદિરો રસ્તામાં આવે છે. છત્રપતિ મહારાજ શિવાજીના સમય સાથે આ પારનેરા કિલ્લાની વાત વણાયેલી છે. વરસાદના સમયે આ નાનકડી ટ્રીપ સુંદર સાબિત થાય છે.

સાપુતારા -

ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળામાં સાપુતારા એકમાત્ર હિલ સ્ટેશન છે. ગાઢ જંગલો સાથે સાપુતારા એક પરફેક્ટ વિકેન્ડ ગેટવે છે. હું અહીંયા આકાર લોર્ડ્સ ઈન માં રોકાયેલી હતી જે પ્રવાસીઓ, ટુરિસ્ટ અને પ્રકૃતિ પ્રેમીઓ એમ દરેક પ્રકટના લોકો માટે સારી સુવિધા પુરી પાડે છે. સનસેટ પોઇન્ટ, મંદિરો, મ્યુઝીયમ, ટ્રેકિંગ એમ કરવા માટે અહીંયા ઘણી જ પ્રવૃતિઓ છે. ડાંગનું જંગલ પણ જોવા લાયક છે.

Photo of મોન્સૂન એસ્કેપ્સ! - ગુજરાતના 5 સ્થળો, ચોમાસુ પ્રેમીઓ માટે by Jhelum Kaushal

દાંડી બીચ -

મહાત્મા ગાંધી દ્વારા દાંડી યાત્રા દરમિયાન આ દરિયાકિનારેથી મીઠું ઉપાડવામાં આવ્યું હતું. આ બીચ નવસારીથી નજીક છે અને ભીડભાડથી બચેલું છે. ચોમાસામાં અહીંયા સનસેટની મજા માનવમાં ઘણો આનંદ છે.

Photo of મોન્સૂન એસ્કેપ્સ! - ગુજરાતના 5 સ્થળો, ચોમાસુ પ્રેમીઓ માટે by Jhelum Kaushal

ગીરા ધોધ -

વઘઇ ગામથી લગભગ 3 કિમીના અંતરે આ ધોધ આવેલા છે જે સીધા 30 મીટર ઊંડે અંબિકા નદીમાં પડે છે. અહીંનો સુંદર નજારો જોતા જોતા નજીકના સ્ટોલમાં નાશ્તો પણ કરી શકાય છે.

Photo of મોન્સૂન એસ્કેપ્સ! - ગુજરાતના 5 સ્થળો, ચોમાસુ પ્રેમીઓ માટે by Jhelum Kaushal

વલસાડ -

વલસાડ એ ગુજરાતમાં ઘણું પ્રખ્યાત શહેર છે. વલસાડના કોસ્ટલ વિસ્તારમાં તિથલ બીચ એ એક પ્રવાસી આકર્ષણ છે. સાંઈ બાબા અને ભગવાન સ્વામિનારાયણના મંદિરો પણ અહીંયા છે. વલસાડ એ ગાઢ જંગલો અને અદભુત આર્કિટેક્ચરનો સંગમ છે.

Photo of મોન્સૂન એસ્કેપ્સ! - ગુજરાતના 5 સ્થળો, ચોમાસુ પ્રેમીઓ માટે by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads