અમદાવાદ એ ગુજરાતનું સૌથી મધ્યે આવેલું, સૌથી વધુ વસ્તી ધરાવતું અને સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલું શહેર છે. રાજ્યના દરેક શહેરથી અમદાવાદ બહુ જ સારી કનેક્ટિવિટી ધરાવે છે અને એટલે જ ગુજરાત તેમજ ગુજરાત સિવાયના રાજ્યોના અનેક શહેરોમાં જવા માટે અમદાવાદથી અઢળક બસ અને ટ્રેન્સ મળી રહે છે.
પ્રવાસીઓને આનાથી વધુ શું જોઈએ?
1. ઉદયપુર
અમદાવાદથી અંતર: 260 km
જોવાલાયક સ્થળો: સિટી પેલેસ, ફતેહ સાગર લેક, લેક પિછોલા, જેસામંડ લેક, સજ્જનગઢ પેલેસ, જગદીશ મંદિર વગેરે.

2. જેસલમેર
અમદાવાદથી અંતર: 536 km
જોવાલાયક સ્થળો: જેસલમેર કિલ્લો, પટવા કી હવેલી, વોર મેમોરિયલ, તનોટ માતા મંદિર, ડેઝર્ટ સફારી, ડેઝર્ટ નેશનલ પાર્ક વગેરે.

3. જોધપુર
અમદાવાદથી અંતર: 445 km
જોવાલાયક સ્થળો: મહેરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, મોતી મહલ, શીશ મહેલ, જશવંત થાડા વગેરે.

4. મુંબઈ
અમદાવાદથી અંતર: 524 km
જોવાલાયક સ્થળો: અઢળક જગ્યાઓ. મુંબઈ શહેરમાં હોવું એ જ એક અનોખી લાગણી છે.

5. પૂણે
અમદાવાદથી અંતર: 657 km
જોવાલાયક સ્થળો: શનિવાર વાડા, પાર્વતી હિલ, અગાખાન પેલેસ, પાષાણ લેક, વેતાલ ટેકડી વગેરે.

6. કચ્છ
અમદાવાદથી અંતર: 400 km
જોવાલાયક સ્થળો: કચ્છનું રણ, ભૂજ, ધોળાવીરા, માંડવી, વગેરે.

7. ઇન્દોર
અમદાવાદથી અંતર: 390 km
જોવાલાયક સ્થળો: રજવાડા, લાલબાગ પેલેસ, પાતાળપાણી વોટરફોલ, સેન્ટ્રલ મ્યુઝિયમ, અન્નપૂર્ણા મંદિર, શરાફા માર્કેટ વગેરે.

8. ઉજ્જૈન
અમદાવાદથી અંતર: 398 km
જોવાલાયક સ્થળો: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, કાળ ભૈરવ મંદિર, રામ મંદિર ઘાટ, કુંભ મેળા વગેરે.

9. સોમનાથ
અમદાવાદથી અંતર: 411 km
જોવાલાયક સ્થળો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર

10. દીવ
અમદાવાદથી અંતર: 365 km
જોવાલાયક સ્થળો: ગંગેશ્વર મહાદેવ મંદિર, ઘોઘલા બીચ, દીવ કિલ્લો, સનસેટ પોઈન્ટ, નાઇડા ગુફાઓ, નાગોવા બીચ, વગેરે.

આ યાદી જોયા બાદ હમણા જ નક્કી કરો કે આગામી રજાઓમાં ક્યાં ફરવા જશો?
.

























