
સિદસર અથવા સિદસર (ઉમિયાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું ગામ છે. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે.




સિદસર એ જામજોધપુર થી ૯ કિલોમીટર દૂર છે. જામજોધપુર થી સિદસર જવા માટે રિક્ષા અને બસ તથા ટ્રાવેલ્સ મળી રહે છે.
મારું ગામ જામજોધપુર જ છે.
અહીંયા સિદસર મંદિર નું હમણાં જ સમારકામ થયું છે.સમારકામ પછી તો તે વધારે રમણીય બની ગયું છે.ત્યાં નદી વહે છે તેનું નામ વેણુ નદી છે. એટલે સિદસર ઉમિયા માનું મંદિર વેણુ નદી ના કિનારે આવેલ છે.
અહીંયા પર મસ્ત મજાનો બગીચો પણ આવેલ છે.જેમાં લોકો ને બેસવાની મજા આવે અને થોડી વાર માં તો મન પ્રફુલ્લિત થઇ જાય છે.
મંદિર ની બહાર જ નાસ્તા - પાણીની વ્યવસ્થા પણ છે જ્યાં લોકો આરામ થી ને નદી અને કુદરતી દ્રશ્ય નિહાળતા નિહાળતા ખાવાનો આનંદ જ અનોખો હોય છે.
મંદિર ની એક વખત તો જરૂર મુલાકાત લેવી જ જોઇએ અને તેના ભવ્ય નજારા નો આનંદ લેવો જ જોઈએ.