વિશ્વની સૌથી એકાંતવાળી નોકરી: 24 વર્ષના અમેરિકન યુવાનનો આર્કટિકમાં અજાણ્યા ટાપુ પર પ્રવાસ
અમેરિકાના પ્રખ્યાત યુટ્યુબર રેયાન ત્રાહને તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે I Survived the World's Loneliest Job ની વાત કરી છે.
આ વાત છે રેયાનના એક એવા પ્રવાસની જેમાં તેમણે નૉર્વેથી આગળ ઉત્તર ધ્રુવ તરફ જતાં આર્કટિક ખંડમાં એક ટાપુ પર દિવસો વિતાવ્યા હતા. અહીં પહોંચવા માટે તેઓ નૉર્વેમાં એક નાનકડા Airbnbમાં રોકાયા હતા અને ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડબોટમાં લિફ્ટ લઈને તેઓ લોનલીએસ્ટ જોબ કરવા એક ટાપુ પર પહોંચ્યા હતા.
વાત એમ છે કે આ એક નિર્જન ટાપુ એલેના નામની એક સ્ત્રીએ ખરીદ્યો છે જે વર્ષ 2006થી અહીં એકલી વસવાટ કરે છે. તેનું એક ઘર અને દીવાદાંડીની સંભાળ રાખવાની નોકરી એ ‘લોનલીએસ્ટ જોબ’ કહેવાય છે કેમકે આ ટાપુ પર કોઈ રહેતું જ નથી.
સ્વાભાવિક છે કે આ ટાપુ પર એલેનાનું ઘર અને દીવાદાંડી બે જ બાંધકામ છે અને તે આખા ટાપુ પર કુલ વસ્તી એક વ્યક્તિ, એટલે કે એલેનાની છે. રેયાન કેટલોક નાસ્તો અને coke લઈને આ જગ્યાએ ગયા. એલેનાએ તેમને પ્રેમથી આવકાર્યા અને તેમને રહેવા એક સુંદર અલાયદો રૂમ આપ્યો. બીજા દિવસથી શરૂ થઈ રેયાનની ‘લોનલીએસ્ટ જોબ’.
એલેના તેના માટે શું શું કામ કરવાનું છે તેની યાદી બનાવીને ક્યાંક જતાં રહ્યા હતા હવે રેયાને તે યાદીમાં લખેલું બધુ જ કામ કરવાનું હતું અને એ આખી પ્રક્રિયા દરમિયાન તેની સાથે કે આસપાસ કોઇ એટલે કોઈ પણ માનવની હાજરી નહોતી.
ઘરથી લાઇટહાઉસ (દીવાદાંડી) સુધી જવાના 300 પગથિયાં સાફ કરવાના હતા જેમાં તેને 3.5 કલાક કરતાં વધુ સમય લાગી ગયો હતો. વળી, ઘરમાં પાછા ફર્યા પછી તેઓ ફરીથી લાઇટહાઉસ પર વિશ્વ વિખ્યાત નોર્ધન લાઇટ્સ જોવા ગયા હતા પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાને લીધે એ દિવસે તો તેમનું બાળપણનું સપનું પૂરું ન થયું.
ઘરની બારી સાફ કરવાનું કામ રેયાનને સૌથી વધુ પસંદ આવ્યું કેમકે પહેલા પ્રથમ એ એક સાવ સરળ કામ હતું અને બીજું કે આ કામમાં તેણે આખા ઘરની બારીઓ સાફ કરવાની હતી એટલે તે વિગતવાર આખું ઘર ભમી શકે તેમ હતા. અહીં તેને જાણવા મળ્યું કે તે ઘરમાં લ્યુસી અને લોરેન્સ નામની બે બિલાડીઓ પણ હતી!
લાઇટહાઉસની સફાઈ કરવાનું અંતિમ કામ કરતી વખતે રેયાન ખૂબ એકલતા અનુભવી રહ્યા હતા પણ સાથોસાથ ત્યાંથી બહાર જોવા મળતો અદ્ભુત અને અવર્ણનીય નજારો પણ માણી રહ્યા હતા. આ આખી જોબ દરમિયાન રેયાનને સતત એક વાતનો વિચાર આવતો રહ્યો કે એલેનાએ અહીં 17 વર્ષ જેટલો લાંબો સમય કેવી રીતે પસાર કર્યો હશે???
"How can I be lonely when I'm living my dream?"
“જો હું મારું સપનું જીવી રહી છું તો પછી હું એકલી કેમ કહેવાઉં?” વિડીયોના અંતમાં એલેનાના આ વાક્યએ તેના તમામ વ્યૂઅર્સનું મન જીતી લીધું હતું.
કોણ છે રેયાન ત્રાહન?
વર્ષ 1998માં USAમાં જન્મેલા રેયાન ત્રાહન એક યુટ્યુબર, ઉદ્યોગસાહસિક અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે, જેણે યુટ્યુબ પર કોમેડી, વ્લોગ્સ, પડકારો, કોમેન્ટરી અને જીવનશૈલી વિડિઓઝ અપલોડ કરવા માટે માન્યતા મેળવી હતી. ચેનલ 27 ઓક્ટોબર, 2013 ના રોજ બનાવવામાં આવી હતી, અને હાલમાં, તે 28-196 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ એકત્રિત કરી છે. તેમણે 2021 માં તેમની યુટ્યુબ સીરિઝ માટે પુષ્કળ લોકપ્રિયતા મેળવી હતી, જેનું ટાઇટલ I survived for 0.01 for 30 Days હતું. આમાં તેઓ દિવસ અનુસાર પોતે શું કર્યું અને કેવી રીતે રહ્યા તેની વિગતવાર વાત કરતાં વિડીયો મૂકતાં હતા.
તેમણે 18 ઓક્ટોબર, 2013 ના રોજ તેમની બીજી ચેનલ બનાવી હતી, અને તે 864 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. ચેનલમાં કેટલાક વ્લોગ્સ અને ગેમિંગ વિડિઓઝ છે, જેમ કે Minecraft. તેની પાસે બીજી યુટ્યુબ ચેનલ પણ છે જે તેણે 4 ઓગસ્ટ 2013ના રોજ બનાવી હતી. આ ચેનલના 34 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. રિયાન યુટ્યુબ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ લોકપ્રિય છે. તેમના ટિકટોક એકાઉન્ટ પર 1.6 મિલિયન અને લગભગ 34 મિલિયન લાઈક્સ છે. તે લિપ-સિંક, ડાન્સ અને કોમેડી સંબંધિત વિડિઓઝ શેર કરે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર 848 હજારથી વધુ ફોલોઅર્સ અને ટ્વિટર પર લગભગ 104 હજાર ફોલોઅર્સ મેળવ્યા છે.
રેયાન એક ઉદ્યોગસાહસિક પણ છે. તેઓ નેપ્ચ્યુન બોટલના સ્થાપક છે, જે એક હાઇડ્રેશન જહાજ છે જે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને બદલીને મહાસાગરોનો બચાવ કરવા માટે રચાયેલ છે. તે કપડાં બ્રાન્ડ હાઇડ્રા કલેક્ટિવના સ્થાપક પણ છે. તાજેતરમાં જ તેમણે પોતાની ઓનલાઇન મર્ચેન્ડાઇઝ શોપ હાઉડી લોન્ચ કરી છે. તે મુખ્યત્વે શોર્ટ્સ, ટી-શર્ટ્સ અને હૂડીઝ વેચે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ