બે સાઇકલ ચાલક જગદીશ કુલલ (24) અને શ્રીનિદી શેટ્ટી (26)એ 26 દિવસમાં 3,500 કિ.મી.નું અંતર કાપ્યું. આ બન્ને પર્યાવરણ અને અંગદાન અંગે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશથી કર્ણાટકથી કાશ્મીર ગયા. જગદીશ અને શ્રીનિધિ મિકેનિકલ એન્જિનિયર છે અને એક મલ્ટી નેશનલ કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરે છે.
પહેલી ઓક્ટોબરના રોજ તેઓ પોર્ટ શહેર મેંગ્લોરમાં કુઆલાથી પોતાની સાઇકલ યાત્રા પર સવાર થયા અને બે પૈડા પર 26 દિવસોની યાત્રા કરીને 26 ઓક્ટોબર 2022ના રોજ ઉત્તરી કાશ્મીરના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં પહોંચ્યા.
તેમની આ યાત્રાને એક બિન સરકારી સંગઠન સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ લર્નિંગે પ્રાયોજિત કરી હતી. જે અન્ય વિશ્વવ્યાપી બિન સરકારી સંગઠનોનું એક સહયોગી સંગઠન છે.
જગદિશને કહ્યું કે અમે દક્ષિણ ભારતથી આવીએ છીએ એટલે કર્ણાટકથી યાત્રા શરૂ કરવા અને આંઠ અલગ-અલગ રાજ્યોમાંથી પસાર થવા દરમિયાન અમે ઘણાં મુશ્કેલ અને અનિશ્ચિત હવામાનનો સામનો કરવો પડ્યો. જ્યારે અમે સાઇકલથી યાત્રાની શરુઆત કરી તો વરસાદ પડી રહ્યો હતો. વચ્ચે વાતાવરણ ઘણું ગરમ અને ભેજવાળું થઇ ગયું. તેમણે કહ્યું કે પહેલીવાર અમે કાશ્મીર પહોંચ્યા અને ગુલમર્ગમાં બરફવર્ષાનો અનુભવ કર્યો. ગુજરાત અને રાજસ્થાન ઘણાં ગરમ હતા જ્યારે કાશ્મીર એકદમ ઠંડુ.
જગદિશે કહ્યું કે કાશ્મીર ઘણી સુંદર જગ્યા છે જ્યાં ચારેબાજુ હરિયાળી છે. અમે ધાર્યું હતું તેનાથી વધુ સુંદરતા છે અહીં. અમે કાશ્મીર પહેલીવાર આવ્યા છીએ. અમે બે વર્ષ પહેલા યાત્રાની યોજના બનાવી હતી. અગાઉ અમે ગયા વર્ષે સાઇકલથી મનાલી, લદ્દાખ અને ખારદુંગલા પાસ ગયા હતા. જે 500 કિલોમીટરની યાત્રા હતી. જેનાથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો. કારણ કે તે યાત્રામાં ઉંચાઇવાળા રસ્તા હતા. તેમણે કહ્યું કે અમારુ સમર્થન કરનારાનો અમે ખરા હ્રદ્યપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ. જેમાં અમારા શુભચિંતકો, માતા-પિતા અને તે તમામ બિન-સરકારી સંગઠનનો સમાવેશ થાય છે. આ તમામે અમને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને ભાષાઓ છતાં અહીં લોકો પ્રેમ અને શાંતિથી હળીમળીને રહે છે. જે વિવિધતામાં એકતાનું અનોખુ ઉદાહરણ છે.
જગદિશે કહ્યું કે આંઠ અલગ-અલગ રાજ્યોના ભોજન અને સંસ્કૃતિને જાણવાનો એક શાનદાર અનુભવ હતો અને એક ભેજવાળા ક્ષેત્રથી એક ભયંકર ઠંડા વિસ્તારમાં પહોંચ્યા. કુડલાથી કાશ્મીર આવીને અમારી યાત્રા એક સકારાત્મક ચર્ચા અને ખુશીની સાથે સમાપ્ત થઇ રહી છે. તેમણે કહ્યું કે મારા જીવનની આ એક યાદગાર યાત્રા હશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો