હજારો વર્ષ પહેલા જે જગ્યાએ મગધ સામ્રાજ્ય હતું, જ્યાં પ્રાચીન ભારતનું સૌથી મોટું વિશ્વ વિદ્યાલય એવું તક્ષશિલા હતું, જ્યાં ઉગતા અનાજથી આખા ભારતના લોકોનું પેટ ભરાય છે એવા બિહારમાં જોવા માટે કશું જ નથી? આવો વિચાર આવે છે તમને?
પરંતુ એવું નથી, બિહારના ફોટોઝ તમે તમારા મિત્રોને બતાવવા માંગતા નથી. યુરોપ, અમેરિકા જેવા દેશો ફરતા લોકો સામે તમને શરમ આવે છે. પરંતુ હું હમણાં જ બિહાર ફરીને આવ્યો છું અને ત્યાંના આધુનિક ગામ ધરણાઈ જેવું કોઈ જ ગામ ભારતમાં નથી.
ટેક્ષીમાં મકાઈના ખેતરોની સુગંધ લેતો લેતો હું જેવો જ ત્યાં પહોંચ્યો મને બાળકોએ ઘેરી લીધો. પહેલો સવાલ "ક્યાંથી આવ્યા છો તમે?" અને તરત જ બીજો સવાલ, "સોલાર એનર્જી જોવા આવ્યા છો?"
હું ખરેખર સોલાર એનર્જી જોવા જ ત્યાં ગયો હતો. ધરણાઈ ભારતનું એકમાત્ર ગામ છે જ્યાં વીજળીની સંપૂર્ણ જરૂરિયાતો સોલાર એનર્જીથી પુરી પાડવામાં આવે છે. પગદંડીએ ફરતા ફરતા સોલાર પેનલ જોઈ શકાય છે.
90 ના દાયકા સુધી અહીંયા વીજળી હતી પરંતુ ગામનું ટ્રાન્સફોર્મર બળી જતા લોકો કેરોસીનના સહારે જીવવા લાગ્યા હતા. પરંતુ 2014 માં આ ગામને ગ્રીનપીસ ઇન્ડિયા, બેઝીક્સ અને સીડ જેવી સંસ્થાઓની મદદ મળી અને અહીંયા સૌર ઉર્જા ગ્રીડ લગાવવામાં આવી. દુકાનો, ઘરો, સ્ટ્રીટ લાઈટ બધાને વીજળી મળવા લાગી. 2014 આ ગામ સોલાર ગ્રીડ પરજ ચાલે છે.
અહીંયા ઘણા સરકારી અધિકારીઓ પણ વારંવાર આવીને નિરીક્ષણ કરતા હોય છે. ઈકો ટુરિઝમ ક્ષેત્રમાં પણ આ ગામનું નામ થઇ ગયું છે.
ધરણાઈ ફરીને હું રાજગીર તરફ નીકળી ગયો.
બિહાર જાઓ તો આ ગામ જરૂર જજો અને જાણો કે કઈ રીતે આ નાનકડું ગામ પર્યાવરણ માટે કેટલો મોટો ફાળો આપે છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.