હું માનું છું કે મારા બાળપણની જેમ જ તમે પણ લાયન કિંગનું હકુના મતાતા અથવા મોગલીના ડાન્સ અથવા ફેમસ ફાઈવની બહાદુરી અને અન્ય આવા જ પુસ્તકોના કેરેક્ટરના સપનાઓ જોતા જોતા મોટા થયા હશો. તો ચાલો જાણીએ આપણા ફેવરિટ પુસ્તકોના એવા સ્થળો વિષે જે હકીકતમાં ભારતમાં અથવા વિશ્વમાં આવેલા છે.
1. કિમ - રૂડયાર્ડ કિપલિંગ - ભારત
કિમ પુસ્તકનું મુખ્ય પાત્ર કિમ નામનો છોકરો ભારતમાં લામાના શિષ્ય તરીકે લાહોરથી બનારસ, લખનૌ, તિબેટ, અંબાલા કેન્ટ મુસાફઇ કરે છે. લખનૌની લા માર્ટીની લખનૌ કોલેજનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે. પુસ્તકના મોટા ભાગના સ્થળો વાસ્તવિક છે.
2. રોડ ટુ મસૂરી - રસ્કિન બોન્ડ - મસૂરી
રસ્કિન બોન્ડના રોડ ટુ મસૂરીમાં હિલ સ્ટેશનનું સંપૂર્ણ વર્ણન અને રસ્તામાં મળતા સહપ્રવાસીઓ અને લોકોની વાર્તાઓ છે.
3. અવર ટ્રી સ્ટીલ ગ્રો ઈન દેહરા - રસ્કિન બોન્ડ - દહેરાદુન
દહેરાદૂનમાં લેખકે એક બ્રિટિશ બંગલામાં વિતાવેલા બાળપણ અંગે આ પુસ્તક છે. આ બંગલો આજે પણ ઘણા માલિકોની બદલી પછી હયાત છે. એમને પુસ્તકમાં અહીંયાના ટ્રેક્સ અંગે પણ ઘણું જ લખ્યું છે.
4. મેન ઇટર્સ ઓફ કુમાઓન - જિમ કોર્બેટ - જિમ કોર્બેટ મ્યુઝીયમ
જિમ કોર્બેટના બેસ્ટ સેલર્સ 3 ભાગમાં છે, મેન ઇટર્સ ઓફ કુમાઓન, મેન ઈટિંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ અને ધ ટેમ્પલ ટાઇગર. ઉત્તરાખંડમાં જિમ કોર્બેટની શિકાર યાત્રાઓ અને એમના જીવનનો એમાં ઘણો વિસ્તારથી ઉલ્લેખ છે. એમના ઘરને અત્યારે મ્યુઝીયમમાં ફેરવી નાખવામાં આવ્યું છે.
5. નેન્સી ડ્રયુ સિરીઝ - એડવર્ડ સ્ટ્રેટઃમેયર - ફ્રાન્સ
અત્યાર સુધીની બેસ્ટ ફિમેલ ડીટેકટીવ કેરેક્ટર પરની આ પુસ્તક સિરીઝ ઘણા જ અસલ સ્થળો પાર આધારિત છે જે અમેરિકા અને ફ્રાન્સમાં આવેલા છે જેમકે વ્હાઇટ હાઉસ!
6. ધ હાર્ડી બોય્સ - ફ્રેન્કલીન ડિક્સન - બેપોર્ટ

હાર્ડી પરિવારના બે દીકરો જે અવારનવાર કોઈ રહસ્ય સોલ્વ કરતા હોય છે એ પ્રકારની વાર્તા વાળા પુસ્તક ધ હાર્ડી બોય્સ સિરીઝમાં જે હાર્ડી ફેમિલી અને મોર્ટન ફેમિલીના ઘરો દર્શાવ્યા છે એ ન્યુ યોર્કના બેપોર્ટમાં આવેલા છે!
7. ગૂઝબમ્પ્સ - આર એલ સ્ટાઇન - અમેરિકા
બાળકોની ભૂતિયા વાર્તાઓ આધારિત આ પુસ્તક એટલું પ્રખ્યાત થઇ ગયું હતું કે ગૂઝબમ્પ થીમ પાર આધારિત થીમ પાર્ક્સ અમેરિકામાં આવેલા છે!
8. ટીનટીન - હેરગે - ફ્રાન્સ

મુખ્ય પાત્ર ટીનટીન જે એક પત્રકાર છે, એનો કૂતરો સ્નોવી , થોમ્પસન થોમ્પસન બે ટવીન ડીટેકટીવ, કેપ્ટાન હેડોક અને પ્રોફેસર કેલ્ક્યુલસના પાત્રો સાથેનું આ પુસ્તક ઘણા જ વાસ્તવિક અને કાલ્પનિક સ્થળોનો ઉલ્લેખ ધરાવે છે. એમાં ફ્રાન્સ, બેલ્જીયમ અને ઇન્ડોનેશિયાનો (પુસ્તકમાં કાલ્પનિક સોંડાનેશિયા) ઉલ્લેખ છે.
9. એસ્ટ્રીક્સ એન્ડ ઓબેલિક્સ - રેન જોશીની અને અલબર્ટ ઉડેન્ઝો - કોર્સીકા

બે " gaul " લડાકુ આસપાસ ફરતી આ સ્ટોરીમાં ફ્રાન્સના એકઝોટિક આઇલેન્ડ કોરસિકાનો ખુબ જ ઊંડાણપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
10. ધ ફાઈવ ફાઇન્ડ આઉટર્સ - એનીડ બ્લાયટોન - માર્લો

ફેમસ ફાઈવ જેવું જ આ પુસ્તક એ 5 મિત્રો પર આધારિત છે જે લોકલ પોલીસમેન મિસ્ટર ગુન કોઈ કેસ સોલ્વ કરે એ પહેલા કેસ સોલ્વ કરી નાખતા હોય છે. એમાં દર્શાવેલ પીટરસવુડ એ હકીકતમાં ઇંગ્લેન્ડનું માર્લો છે.
11. ફાઈવ ઓન આ ટ્રેઝર આઇલેન્ડ - એનીડ બ્લાયટોન - ડોર્સેટ
એનીડ બ્લાયટોનની ફેમસ ફાઈવ સિરીઝનું આ પ્રથમ પુસ્તક હતું જેમાંનો કિરેન આઇલેન્ડ સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના ડોર્સેટથી પ્રેરિત છે.
12. ધ જંગલ બુક - રૂડયાર્ડ કિપલિંગ - સેઓની

બાળવાર્તાઓમાં માઈલસ્ટોન જેવું જંગલ બુક પુસ્તક અને એના મુખ્ય પાત્રો મોગલી, બ્લુ, બઘીરા અને શેરખાન દરેક બાળકોને ઇન્સ્પાયર કરે છે. આ વાર્તા મધ્ય પ્રદેશના સેઓની જંગલ પાર આધારિત છે. કિપલિંગ ક્યારેય પણ આ જંગલ ગયા ન હતા પરંતુ એમને અન્ય લાખનો પરથી એની વર્ણન કર્યું છે. સેઓનીથી પંચ ટાઇગર રિઝર્વ માત્ર 10 જ કિમી દૂર છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.