ગુજરાતના સુંદર દરિયાકિનારાની 1800 કિલોમિટર લાંબી અદ્ભુત સફર

Tripoto
Photo of ગુજરાતના સુંદર દરિયાકિનારાની 1800 કિલોમિટર લાંબી અદ્ભુત સફર by UMANG PUROHIT

હું જ્યારે મારા ટૂંકા પ્રવાસની શોધમાં હતો ત્યારે મેં નકશા પર નજર કરી જેમાં મારી નજર ભારતના પશ્ચિમ છેડા તરફ પડી અને પછી શું? મને મારું આગળનું લક્ષ્ય મળી ગયું.

ભારતના પશ્ચિમી રાજ્યની ઘણા મુસાફરો દ્વારા અવગણના કરવામાં આવતી હોય છે. આ રાજ્યમાં એક સ્માર્ટ સિટી, રણ, નોંધપાત્ર કલાકૃતિઓ, મોંઢામાં પાણી આવી જાય તેવી સ્વાદિષ્ટ વાનગીઓ, આદિજાતિ ગામો, ભારતનું ઉત્તમ કાપડ, સ્થળાંતર પક્ષીઓ, ભારતનું એકમાત્ર જંગલી ગધેડા માટેનું અભયારણ્ય, એશિયાઇ સિંહો, પવિત્ર હિન્દુ અને જૈન તીર્થસ્થળો અને રંગીન તહેવારો છે.

મેં અરબી સમુદ્ધના કિનારાના ભાગમાં 7 દિવસ અને 1800 કિલોમીટરની યાત્રા કરી અને મને ગુજરાતની ભવ્યતા જોવા મળી. ટેમ્પોઝ, લોકલ બસો અને રિક્ષાઓ દ્વારા મુસાફરી કરીને મેં કચ્છના રણમાં સૂર્યોદય, ભુજનો ભૂકંપ વિસ્તાર, માંડવીની સુંદરતા, તેમજ દ્વારકામાં પ્રાર્થના કરી હતી. પોરબંદરમાં મસાલા ઢોસાની મજા માણી અને રાણી કી વાવના ઇતિહાસમાં એક ડોક્યું કર્યું.

Photo of ગુજરાતના સુંદર દરિયાકિનારાની 1800 કિલોમિટર લાંબી અદ્ભુત સફર 1/2 by UMANG PUROHIT
Photo of ગુજરાતના સુંદર દરિયાકિનારાની 1800 કિલોમિટર લાંબી અદ્ભુત સફર 2/2 by UMANG PUROHIT
Day 1

મારી આ યાત્રા બેંગલુરુથી અમદાવા જતી 2 કલાકની ફ્લાઇ દ્વારા થઇ હતી. બપોર સુધીમાં અમે રાજ્યના સૌથી મોટાશહેર એવા અમદાવાદમાં ઉતર્યા હતા. ભવ્ય ગુજરાતી ભોજન કર્યા પછી અમે ગાંધી આશ્રમ તરફ પ્રયાણ કર્યું. આશ્રમમાં ગાંધીજીના જીવનની કેટલીક આબેહૂબ અને ઐતિહાસિક ઘટનાઓને દર્શાવતી સાધન-સામગ્રી સાચવી રાખવામાં આવી છે. સાબરમતી નદીની બાજુમાં આ આશ્રમમાં એક મનોહર ઉદ્યાન છે એકદમ શાંત પ્રકૃતિ ધરાવે છે. રાત્રિના સમયે નદી પર બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ્રની સુંદરતા પણ અદભૂત છે.

Photo of Sabarmati Ashram, Ashram Road, Hridaya Kunj, Old Wadaj, Ahmedabad, Gujarat, India by UMANG PUROHIT

Photo of Gandhi Ashram, Ashram Road, Hridaya Kunj, Old Wadaj, Ahmedabad, Gujarat, India by UMANG PUROHIT

અમદાવાદથી ભુજ આશરે 330 કિલોમીટરના અંતરે છે જે અમે રાતના સમયમાં સ્લિપર બસમાં કવર કરી લીધું હતું. ભુજથી કચ્છના રણ પહોંચવાનો એકમાત્ર રસ્તો રિક્ષા અથવા ટેક્સી છે. અમે રૂ 700માં રિક્ષા ભાડે લીધી હતી. મારા મતે તો કર્કવૃત પરથી પસાર થવું, સૂર્યનો ઉદય થતો જોવો અને કોઈ જગ્યા પર રસ્તામાં કોફી પીવા માટે ઉભું રહેવું જ ખરું જીવન છે. અમે જે સમયે ગયા હતા ત્યારે અહીં ઓફ સિઝન હતી જોકે ધોરડોમાં રહેવા માટેની સુવિધા મળી ગઇ હતી. જેનો ભોજન સાથેનો ખર્ચ રૂ. 4000 હતો. અમારી એક દિવસની મુસાફરીને વિરામ આપતા પહેલા કચ્છના સફેદ રણની અને કાળો ડુંગરની મુલાકાત લીધી હતી.

Photo of ગુજરાતના સુંદર દરિયાકિનારાની 1800 કિલોમિટર લાંબી અદ્ભુત સફર by UMANG PUROHIT
Day 2
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT

Day 3

સવારે 5.30 વાગે ઉઠીને જ્યારે તમે કચ્છના રણમાં થતો સૂર્યોદય જોવો છો ને એટલે સવારમાં વહેલા કેમ ઉઠવું જોઇએ એ સવાલનો જવાબ મળી જાય છે. માત્ર ત્યાં હાજર રહેવાથી જ અને કઇંજ કર્યા વગર માત્ર આ સવારની સુંદરતાને માણો એટલે તમને વાસ્તવિકતાનું ભાન થાય છે. એજ સમયે સ્થાનિક લગ્નમાં હાજરી આપવાનું અમને શૌભાગ્ય મળ્યું, ગામના લોકોમાંના ઘરે જમવાનું અને તેમની મહેમાનગતિ માણવા મળી. કચ્છનું ભોજન ગુજરાતના અન્ય વિસ્તારથી અલગ પડે છે પણ તેનો એક અલગ જ સ્વાદ છે. કચ્છમાં મુસાફરી કરવા માટે તમે રૂ .2500 માં એક દિવસના ભાડાપટ્ટે ટેક્સી રાખી શકો છો. મીઠાના સરવોરને જોયા પછી અમે સવારમાં ભૂજ પહોંચ્યા કારણ કે ત્યાં રહેવા માટે સસ્તિ અને સારી સગવડ છે. તમને લગભગ રૂ. 500 એક સારો એવો રૂમ મળી શકે છે.

Photo of Rann of Kutch, Gujarat by UMANG PUROHIT

Day 4

ભૂજ અને માંડવીની આસપાસના વિસ્તારમાં ફરવા માટે રૂ.1500માં રીક્ષા અથવા ટેક્સી ભાડે રાખી શકાય છે. 2001 માં આવેલા વિનાશક ભૂકંપથી ભૂજ લગભગ એકદમ વિરાન જમની બની ગયું હતું. પરંતુ તે આજે ફરી પોતાની સુંદરતા સાથે બેઠું થઇ ગયું છે. પ્રાગ મહેલ, આઈના મહેલ, રોયલ કબરો અને હમીરસર તળાવ એવા કેટલાક સ્થાનો છે જે તમે ભૂજમાં જોઈ શકો છો. થોડા સમય માટે ઘરનું ભોજન લેવાની વૃત્તિને બાજુમાં મુકી અહીંની સ્થાનિક ખાણીપીણીની વસ્તુઓનો સ્વાદ માણવો જ જોઇએ.

Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT

માંડવી ભુજથી આશરે 60 કિ.મી.ના અંતરે છે. માંડવી દરિયાકિનારા અને સદીઓથી જૂની શિપ બિલ્ડિંગ યાર્ડ માટે પ્રખ્યાત છે. અહીં બીચ પર ચાલો, પક્ષીઓ અને પવનચક્કીનો આનંદ માણો. આ સીવાય ઘોડા અને ઊંટ પર બેસીને દરિયાકિનારાનો આનંદ લઇ શકો છો.

Photo of Mandvi Beach, Mandvi Rural, Gujarat by UMANG PUROHIT

ભુજથી દ્વારકા જવા માટે અમે રાતના સમયે સ્લિપર બસ બુક કરાવી હતી. ભૂજથી તેનું અંતર 400 કિ.મી. છે. અહીં રૂ.500 માં રૂમ ભાડે મળી શકે છે. અહીં જોવા લાયક સ્થળોમાં દ્વારકાનું કૃષ્ણ મંદિર, દ્વારકા બીચ, ગોમતી ઘાટ અને રૂક્મિણી મંદિર છે. બેટ દ્વારકા મુખ્ય શહેરથી આશરે 30 કિમી દૂર સ્થિત છે અને એક નાનો ટાપુ છે. આ ટાપુ કેટલાક મંદિરો, સફેદ રેતીના બીચ અને પરવાળાના ખડકો, દરિયાઇ જીવન માણવા, પિકનિક માટે ખૂબજ મજાનું સ્થળ છે. ટાપુ ઉપર પહોંચવા માટે ઓખાથી રૂ. 20માં હોડી મળે છે.

દ્વારકામાં રાત પસાર કર્યા પછી અમે બીજા દિવસે સવારે પોરબંદર તરફ પ્રયાણ કર્યું. જે આશરે 100 કિ.મી. દૂર છે. આ દરિયાકાંઠનું શહેર મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે જાણીતું છે. કીર્તિ મંદિર મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના માનમાં બાંધવામાં આવેલું સ્મારક મંદિર છે. અડધા દિવસમાં સ્થાનિક જોવાલાયક સ્થળોનો પ્રવાસ પૂર્ણ થઈ શકે છે. કીર્તિ મંદિર, સુદામા મંદિર અને પોરબંદર બીચને પર જો ચાલશો તો ખૂબજ આનંદ અને મજા આવશે.

પોરબંદરથી સોમનાથ 130 કિલોમીટરની અંતરે છે, જે 2 કલાકની મુસાફરી છે. સ્થાનિક બસ અથવા ટેક્સી આરામથી અહીં પહોંચી શકાય છે. મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવનું આ મંદિર ભક્તોથી છલકાઇ ઉઠે છે. મંદિર સમુદ્રના કિનારે આવેલું છે. અમે રાત્રીના સમયે સોમનાથથી અમદવાદ વચ્ચેનું 410 કિ.મીનું અંતર કાપવાનું નક્કી કર્યું હતું. તમે સોમનાથી સીધી અમદાવાદ માટેની ટ્રેન અથવા બસ લઇ શકો છો.

Photo of Somnath, Gujarat, India by UMANG PUROHIT

Day 7

અમદાવાદમાં રહેવા માટે એક હોટલની તપાસ કરતા વિચાર આવ્યો કે સીટીમાં ફરી લઇએ, તો તેના માટે અમે રૂ.2500માં એક ટેક્સી ભાડે કરી લીધી. અમે "અડાલજની વાવ", "મોઢેરા સૂર્ય મંદિર" અને "રાણી કી વાવ" ફરવા ગયા. અમદાવાદથી અડાલજ 20 કિલોમીટર દૂર આવેલું છે. જેનું સ્થાપત્ય એકદમ ભવ્ય છે. અહીં બનાવવામાં આવેલી વાવ વરસાદના પાણીને સંગ્રહ કરવાના હેતું માટે બનાવવામાં આવી હતી. આગળનો સ્ટોપ મોઢેરા સૂર્ય મંદિર હતું કે જે 80 કિ.મી.ના અંતરે આવેલું છે. આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યના પ્રથમ કિરણો ભગવાન સૂર્યની મૂર્તિ પર સીધા પડે છે. પ્રવાસના અંતિમ સ્ટોપ પર આગળ વધીને રાણ કી વાવ પહોંચ્યા હતા. જે 35 કિલોમીટર દૂર છે. 2016માં આ વાવને ભારતમાં “ક્લિનેસ્ટ આઇકોનિક પ્લેસ” નો ખિતાબ મેળવ્યો હતો.

અમારી 7 દિવસની યાત્રાને અંતે અમે મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા. છેલ્લું ગુજરાતી ભોજન લીધું અને બજા દિવસે સવારે ગુજરાતને ટાટા-બાયબાય કર્યું.

કિંમત

બેંગ્લોરથી ફ્લાઇટ (રાઉન્ડ-ટ્રીપ):રૂ. 5,500

અમદાવાદથી ભુજ - દ્વારકા - સોમનાથ - અમદાવાદ: રૂ.500 (દરેકના)

કચ્છના રણમાં રહેવા માટે રૂ. 4,000

કચ્છમાં પરિવહન: રૂ. 2500

ભુજથી કચ્છ સુધી( આવ-જવાનું): રૂ. 1400

દરેક જગ્યાએ રહેવાનું: રૂ. 600

અમદાવાદથી અડાલજ, સૂર્ય મંદિર અને રાણી કી વાવ સુધીની દિવસની સફર: રૂ. 2500

ફૂડ: રૂ. 3000

આ સફરથી મને કેટલીક કાયમી યાદો અને આપણા ઇતિહાસનો નવો દૃષ્ટિકોણ મળ્યો છે. મારી મુસાફરી ગુજરાતની એક ઝલક હતી. આ સીવાય પણ ગુજરાતમાં ઘણી ફરવાની જગ્યા છે. તમે પણ આગળ વધો અનો ફરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો