અહીં રાતના જોવા મળશે ઝગમગતા જંગલો, સમુદ્ર અને પહાડોનો મોહક નજારો

Tripoto
Photo of અહીં રાતના જોવા મળશે ઝગમગતા જંગલો, સમુદ્ર અને પહાડોનો મોહક નજારો 1/1 by Jhelum Kaushal

ફિલ્મોના શોખીન હોવાના અમુક અલગ જ ફાયદાઓ છે. ફિલ્મી જગતની કલ્પનામાં તમે કોઈ જુદી જ દુનિયામાં ખોવાઈ જાઓ છો. મારા આ ફિલ્મી શોખને કારણે જ મારું એક સપનું હતું કે રાતના સમયે ઝગમગતી જગ્યાઓ જોવી. જો તમે હોલિવૂડની લાઈફ ઓફ પાઇ ફિલ્મ જોઈ હોય તો તમને એ સીન ખ્યાલ હશે જેમાં રાતના સમયે પાઇ કોઈ લાકડીને દરિયામાં ગોળ ફેરવે છે અને દરિયો ઝગમગી ઉઠે છે. કેવું અદભૂત દ્રશ્ય!

વિશ્વના સૌથી મોટા ખંડ એશિયામાં એવી કેટલીય જગ્યાઓ છે જ્યાં તમે બાયોલુંમિનિસેન્ટ રોશની એટલે કે રાતમાં ચમકતી રોશની જોઈ શકો છો.

ચોમાસાની ઋતુમાં જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે ત્યારે બાયોલુંમિનિસેન્સ જોવા મળે છે. આનું કારણ મેસેના નામની એક ફૂગ છે જે ચમકાટ ઉત્પન્ન કરે છે. વૃક્ષોના થડ પર કે તેની આસપાસ મશરૂમના આકારમાં આ ફૂગ જોવા મળે છે. દિવસના સમયે કદાચ આ મશરૂમ જેવી વસ્તુ પર તમે ધ્યાન સુધ્ધા નહિ આપો પણ રાત્રે તે ખૂબ જ સુંદર દ્રશ્યો સર્જે છે.

ક્યાં છે?

ચમકતા જંગલો

મહારાષ્ટ્ર

ઘણા બધા પ્રવાસીઓ ચોમાસાની ઋતુમાં મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીના પર્વતોમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. અહીં ઘણી જગ્યાએ રાત્રિના સમયે જંગલોમાં ઝગમગાટ જોવા મળે છે પણ જો સૌથી વધી સુંદરતા માનવી જોય તો ભીમ શંકર વન્ય જીવ રિઝર્વમાં આવેલું એક નાનકડું આદિવાસી ગામ આ માટે આદર્શ જગ્યા છે.

ગોવા

કુદરતનો આ કરિશ્મા ગોવાના મહાદી વન્યજીવ અભયારણ્ય પણ જાણીતી જગ્યા છે. આ અભયારણ્યની ખાસ વાત એ છે કે અહીં ચોમાસામાં પણ મુલાકાતીઓને એન્ટ્રી આપવામાં આવે છે. ચોરલા ઘાટની આસપાસ પક્ષીઓનું મધુર સંગીત તેમજ દૂર વહેતા ઝરણાની કલકલ સાંભળવાની એક આગવી મજા છે.

ચમકતા સમુદ્રતટ

કહેવાય છે કે જગતના સૌથી અંધારીયા વિસ્તારોમાં બાયોલુંમિનિસેન્સ જોવા મળે છે જે રાતના સમયે ઝગમગે છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં ફોસફોરેન્સ કહેવાય છે. સમુદ્રમાં બાયોલુંમિનિસેન્ટ પ્લેનકટન એવા લાગે છે જાણે દરિયામાં ચળકાટ વિખરાયેલો પડ્યો હોય. તેને ‘તારાઓથી સજેલું આકાશ’ એવી ઉપમા પણ આપવામાં આવે છે.

Photo of Goa, India by Jhelum Kaushal

દક્ષિણ એશિયાની વાત કરીએ તો માલદીવના ઝગમગતા દરિયાકિનારા ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના વાધુ અને રિથી નામના સમુદ્રતટ આ માટે ખાસ માનવામાં આવે છે. વાતાવરણ સારું હોય તો આ દરિયાકિનારે એકદમ ભૂરા રંગની ઝગમગાટ જોવા મળે છે.

અંદામાન

ભારતમાં મહારાષ્ટ્ર તેમજ ગોવામાં પ્રકૃતિનું અનેરું સૌંદર્ય જોવા મળે જ છે પણ તેનો શ્રેષ્ઠ નજારો અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં જોવા મળે છે. સમુદ્રમાં ફેલાયેલી ઝગમગાટ જોવા માટે કાયાકિંગ નામની એક્ટિવિટી બેસ્ટ ગણાય છે. જેમ જેમ તમે હલેસાં મારીને દરિયાના પાણીમાં આગળ વધશો તેમ આ ઝગમગાટ તમારી નજીક આવતો જશે.

જાપાન

આંતરરાષ્ટ્રીય જગ્યાઓ જોઈએ તો જાપાનમાં પૂર્વીય તટવર્તી વિસ્તારોમાં ચઢાઈ કરવા એક પગદંડી જેવી જગ્યાએ આ ફૂગ જોવા મળે છે. રાત્રે ચઢાઈ કરો તો આ પગદંડીની આસપાસ રોશની ઝગમગી ઉઠે તે ખૂબ સુંદર દ્રશ્યો સર્જે છે.

Photo of Japan by Jhelum Kaushal
Photo of Japan by Jhelum Kaushal

શ્રેષ્ઠ સમય: જૂનથી ઓગસ્ટ

હલોંગ

વિયેટનામની હલોંગ બે નામની જગ્યા પણ આ અદભૂત કુદરતી કરિશ્મા માટે જાણીતી છે.

શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી

જાપાનમાં તોયામા નામની ખાડીમાં ફાયરફ્લાઇ સકવીડ નામના જીવ છે જેને જાપાની લોકો મોજથી આરોગી જાય છે. આ જીવ સમુદ્રમાં 1200 ફૂટની ઊંડાઈએ રહે છે. પ્રજનનકાળ દરમિયાન આ જીવ સમુદ્રને ઝગમગાવી દે છે.

Photo of અહીં રાતના જોવા મળશે ઝગમગતા જંગલો, સમુદ્ર અને પહાડોનો મોહક નજારો by Jhelum Kaushal

શ્રેષ્ઠ સમય: માર્ચથી મે

જૂગનું

આ એક પ્રકારના જીવજંતુ જે રાત્રે ચમકે છે.આપણે સૌ જૂગનું વિષે જાણીએ છીએ. જૂગનું પોતાની ચળકાટ દ્વારા તેના સાથીને સંભોગ કરવા આકર્ષિત કરે છે. વળી, પોતાના શિકારીઓને ચમકાવી દેવા અથવા શિકારને આકર્ષવા માટે પણ તે પોતાની રોશનીનો ઉપયોગ કરતાં હોય છે. ગરમીની રાતોમાં જ્યારે જૂગનું એક ઝુંડ બનાવીને જંગલમાં ઊડાઊડ કરતાં હોય તો એવું લાગે જાણે તેને લાઇટ્સથી સજાવવામાં આવ્યું હોય.

Photo of અહીં રાતના જોવા મળશે ઝગમગતા જંગલો, સમુદ્ર અને પહાડોનો મોહક નજારો by Jhelum Kaushal
Photo of અહીં રાતના જોવા મળશે ઝગમગતા જંગલો, સમુદ્ર અને પહાડોનો મોહક નજારો by Jhelum Kaushal

મલેશિયાનું કેમ્પોન્ગ કુઆન્તન પાર્ક સ્પેશિયલ જૂગનુંની જગ્યા માનવામાં આવે છે. જૂગનુંની આ વિશેષ પ્રજાતિનું નામ ‘સિનક્રૉનસ ફાયરફલાય’ છે. ઝૂંડમાં ઉડતા આ જૂગનુંનો તાલમેલ જોવો એ જાદુઇ અનુભવ છે.

મહારાષ્ટ્રના પુરુષવાડીમાં લાખોની સંખ્યામાં ચમકતા જૂગનું જોવા મળે છે. દર વર્ષે અહીં એક ઉત્સવ થાય છે જેમાં આ જોવા માટે મુલાકાતીઓને આ સ્થળે આવવાની છૂટ છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે, ઓરિજિનલ લેખ વાંચવા અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads