ગુજરાતી ફેમસ ફૂડ

Tripoto

દરેક ગુજરાતીને તમે હંમેશા એક વાતનુ રડતા જોયો હશે કે “અરે યાર, ગુજરાતની બહાર ક્યાય જમવાનુ સારુ નથી મળતુ હો.” અથવા તો “બોવ મજા આવી હો, પણ જમવામા માર ખાઈ ગ્યા.” અને એમ પણ ગુજરાતીઓ ખાલી વેપાર માટે જ થોડા ઓળખાય છે? જમવામા પણ ગુજરાતીઓ જેટલુ સાર ખાધરુ કોઈ નહિ હોય. ગુજરાતીઓ ફરવા જાય ત્યારે સામાનમા એક થેલો તો નાસ્તાનો જ હોય. એટલે જ તો થેપલા, ખાખરા, ઢોકળા અને અલમોસ્ટ બધી જ ગુજરાતી વાનગીઓ આટલી ફેમસ છે.

તો આજે ગુજરાતના એ જાણી જ લઈયે કે ગુજરાતના કયા સ્થળની કઈ વાનગી ફેમસ છે. એટલે જ્યારે તમે ત્યા જાવ તો એ ખાવાનુ ચુકો નહિ.

1. સુરતની ઘારી અને લોચો

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

ગળ્યુ ખાવુ ગમે છે? તો ઘારી ચાખી કે નહિ? મસ્ત માવો, ખાંડ અને ઘી નાખીને બનાવેલી ઘારી તમારુ મોઢાનો સ્વાદ જ નહિ, તમારી સવાર પણ ગળી કરી નાખશે. અને હવે તો ઘણા ફ્લેવર્સમા મળે છે.

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

લોચો ખાધો નહિ હોય તો પણ સુરતી લોચો એવુ સામ્ભળ્યુ તો હશે જ. ચણાના લોટમાથી બનેલો લોચો ખમણ જેવો તો નહિ પણ ખમણનો ભુક્કો લાગે. અને ઊપરથી ભભરાવે સેવ, ચીઝ, ડુંગળી, કોથમરી. આવી ગયુ ને મોં મા પાણી!

ક્યા સ્વાદ લેવો: શાહ જમનાદાસ સી. ઘારીવાલા, જાની લોચો & ખમણ હાઉસ

2. અમદાવાદના દાળવડા

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

સ્ટ્રીટ ફુડ માટે અમદાવાદ ખુબ ફેમસ છે એ તો તમે જાણતા જ હશો. અમદાવાદમા તમને અત્ર તત્ર સર્વત્ર નાસ્તાની લારીઓ જ જોવા મળશે. દાળના વડા બનાવી તેલમા ડીપ ફ્રાય કરવામા આવે છે અને સાથે તીખા તમતમતા શેકેલા મરચા અને ડુગળી. ઊફ્ફ..! તીખુ લાગ્યુ?

ક્યા સ્વાદ લેવો: અમ્બિકા દાળવડા, ગુજરાત દાળવડા

3. પોરબંદરની ખાજલી

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

ખાજલી પોરબંદરની સ્પેશિયલ વાનગી છે. જે માત્ર ને માત્ર પોરબંદરમા જ મળે છે. ઘંઉના લોટમાથી બનાવવામા આવતી આ ડીશ ઘી મા બને છે. ગરમા ગરમ ચા હોય, ખાજલી હોય અને સાથે બેસીને કોઈ વાત કરવા વાળુ હોય તો એથી વધુ તો બીજુ જોઈયે પણ શુ?

ક્યા સ્વાદ લેવો: આરતી સ્વીટ

4. રાજકોટની લીલી ચટણી

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

ડોન્ટ સે કે તમારા ઘરમા રાજકોટની લીલી ચટણી નથી લાવતા. ઘરમા નાસ્તાના ડબ્બા કદાચ ખાલી હશે પણ લીલી ચટણી તો ફ્રીજમા પડી જ હશે. આ જ તો એક છે જે બધાની સાથે ચાલે. વેફર, લીલી ચટણી અને કોક કે થમ્બ્સ અપ! અથવા તો પછી ચાટ અને સેંડવીચ સાથે ચટણીનુ કોમ્બીનેશન. પર્ફેક્ટ મેચ.

ક્યા સ્વાદ લેવો: રસિકભાઈ ચેવડાવાલા

5. જામનગરની ડ્રાય ફ્રુટ કચોરી

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

ખુબ બધા ડ્રાય ફ્રુટ્સ અને નાળીયેરને ચણા અને મેંદાના લોટમા ફ્રાય કરવામા આવે છે. તમારા સવારના નાસ્તામા હુ તો કહુ છુ આ ક્રંચી ક્રિસ્પી કચોરી હોવી જ જોઈયે.

ક્યા સ્વાદ લેવો: જય વિજય ફરસાણ

6. કચ્છી દાબેલી, કડક, ભાજીકોન અને મરચા પાંઉ

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India
Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India
Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

હવે તો જ્યા ને ત્યા કચ્છી દાબેલી મળવા લાગી છે. પણ તમારે ખરેખર કચ્છી દાબેલી ખાવી હોય તો કચ્છ-ભુજ જ જવુ પડે. કચ્છમા તેને ડબલ રોટી કહેવામા આવે છે. દાબેલીના મસાલામા શીંગ, સેવ, દાડમ વગેરે નાખી આપવામા આવે છે. કચ્છમા ઘણી જગ્યાએ દાબેલી શેક્યા વગરના ઠંડા પાંઉમા પણ આપે છે. દાબેલીનો તૈયાર મસાલો જ મળે છે જે તમે તમારી સાથે બિલકુલ લાવી શકો છો. કચ્છની માત્ર આ ખાટી મીઠી દાબેલી જ નહિ, ત્યાના કડક, ભાજીકોન અને મરચા પાંઉ પણ એટલા જ વખણાય છે.

ક્યા સ્વાદ લેવો: મનુભાઈની દાબેલી

7. બારડોલીના સુકા પાતરા

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

લગ્નમા ગયા હોય ત્યા મોટા ભાગે તમે પાતરા ખાધા જ હશે. નહિ તો કોઈના ઘરે મહેમાન થઈને ગયા હશો ત્યા સવાર સવાર્મા નાસ્તો કર્યો હશે. ખાસ કરીને બારડોલીમા. પાંદડા, ચોખાનો લોટ, ગોળ અને મસાલામાથી બનેલા આ ક્રંચી પાતરા ચા સાથે લેવાની ખુબ મજા આવે.

ક્યા સ્વાદ લેવો: શ્રી જલારામ પાતરા

8. ભાવનગરી ગાંઠીયા અને ભુંગળા બટેટા

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

ભાવનગર કઈ ત્રણ બાબતે વખણાય છે ખબર છે ને? ગાય, ગાંડા અને ગાંઠીયા. આપણે પહેલા બે સ્કિપ કરી ગાંઠીયાની વાત કરીયે. ભાવનગરનો, જો કે આમ તો દરેક ગુજરાતીઓનો સવારનો નાસ્તો ગરમા ગરમ ચા સાથે ફાફડીયા ગાંઠીયા, પપૈયાનો સમ્ભાર અને શેકેલા લીલા મરચા હોય છે. અને ભાવનગરના ગાંઠીયા ખુબ વખણાય છે. ક્યાય પણ જવાનુ હોય ગાંઠીયા લેતા આવજો એવુ તો ભાવનગરીઓને સામ્ભળવા મળે જ.

અને ભુંગળા બટેટા તો લગભગ ભાવનગર અને અમરેલી સિવાય બીજે ક્યાય મળતા પણ નથી. માત્ર ભુંગળા બટેટા જ નહિ, ગાંઠીયા બટેટાનુ કોમ્બિનેશન પણ અહિ ખુબ ફેમસ છે. દરેક ભાવનગરીઓ રાત્રે 2 વાગે ગાંઠીયા બટેટા ખાવા ગયા જ હશે. અરે હા, તીખુ ન ખાઈ શકતા હોય એની માટે આ ડીશ નથી હો.

ક્યા સ્વાદ લેવો: જલારામ ફરસાણ, લક્ષ્મી ફરસાણ, વડવાના ગાંઠીયા બટેટા

9. બરોડાના મુઠીયા

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

મુઠીયા પણ તમે દરેક ગુજરાતીઓના નાસ્તાના ડબ્બામા જોયા જ હશે. ચણાના લોટમાથી બનતી આ વાનગી તળીને કે બાફીને બનાવવામા આવે છે. અને આમા ફ્લેવર પણ હોય હો. પાલકના મુઠીયા, દુધીના મુઠીયા વગેરે.

ક્યા સ્વાદ લેવો: જગદીશ ફરસાણ

10. વલસાડનુ ઊમ્બાડીયુ

Photo of ગુજરાતી ફેમસ ફૂડ by Romance_with_India

શિયાળાની ખાસ આઈટમ એટલે ઊમ્બાડિયુ. હા ઓળો રોટલો તો ખરો જ, પણ ઊમ્બાડીયાની તો વાત જ કંઈક ઓર છે. ઊમ્બાડિયામા લગભગ બધા જ શાક્ભાજી હોય છે. ઊમ્બાડીયાની ખાસ બાબત છે તેને બનાવવાની રીત. માટલાને જમીનમા દાટી તેની ઊપર આગ કરવામા આવે છે. એટલે જ તો ઊમ્બાડીયામાથી સ્મોકી ટેસ્ટ આવે છે. ખરેખર ઊમ્બાડીયુ એક વાર તો જરુર ટ્રાય કરવુ જોઈયે.

ક્યા સ્વાદ લેવો: ખુશ્બુ ઊમ્બાડીયુ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

More By This Author

Further Reads