ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીં આવેલ દરેક વિસ્તાર તેની ખાસ રહેણીકરણી અને ખાનપાન માટે ઓળખાય છે. આમ હજારો વાનગીઓ હોવા છતા આ દેશને એક કરે છે એક કપ ચા અને એક પ્લેટ મૈગી. કશ્મીરથી લઇને કન્યાકુમારી, લદ્દાખથી લઇને ઉત્તરાખંડ સુધી દરેક લોકો ચાના દિવાના છે. કોઇ ચા માટે એકદમ સાચું જ કહ્યું છે કે "આ તેરે સંગ જરા પેંગ બઢાએ જાય, જિંદગી આ બેઠ તુજે ચાય પીલાઇ જાય". હું કે તમે આપણામાંથી કોઇપણ જો ફરવા માટે કે કોઇ ટ્રેક પર જવા માટે નીકળ્યા હોઇએ તો એક ચાના સ્ટોલ પર જરૂરથી ચા તો પીશું જ. એકદમ ખૂબસૂરત વાદિયોમાં જો હોઇએ તો એક કપ ચાની સાથે મૌગી તો ખાવી જ પડે.
ચા અને મૈગી એક એવું કોમ્બીનેશન છે કે જે દેશભરમાં એવું કોઇપણ નહીં હોય કે જેને તે પસંદ ન હોય. શું તમે ખાલી ચા અને મૈગી માટે કોઇ જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે? કદાચ નહીં જ, અમે આજે તમને એવા કેટલાક ફરવાલાયક સ્થળોની માહિતી આપીશું કે ખૂબસૂરત તો છે જ પણ ચા અને મૈગી તેને ખાસ બનાવે છે.
શક્ય છે કે આ ટી-સ્ટોલ વિશ્વનું સૌથી ઊંચું હોય. તેથી જો તમારે વિશ્વમાં સૌથી ઊંચા સ્થળે ચા પીવી હોય તો ચાંગ લા ફરવા માટે જાઓ.
ખીરગંગા હિલના ટ્રેક પર સુંદરતા વચ્ચે મેગી અને ચાની મજા લો.
આ ટ્રેકના છેલ્લા પડાવ પર તમે ચા અને મૈગીનો સ્ટોલ આરામથી મળી રહશે.
મૈગી અને ચા માટે આનાથી વધારે સુંદર જગ્યા બીજી કઇ હોઇ શકે ?
5. શાંત જગ્યા પર ચા અને મૈગી, ગરુડોંગમાર ઝીલ
આ જગ્યા પણ ખૂબસૂરત છે અને ચા-મૈગીના સ્વાદની પણ અલગ મજા છે.
મહારાષ્ટ્રમાં પગ મુકો એટલે લોનાવાલા તો જવું જ જોઇએ, અને તો પછી અહીંની મૈગી અને ચાનો પણ આનંદ લેવો જ જોઇએ.
મુન્નાર ચાના ઉત્પાદન માટે જાણીતું છે. આ જગ્યાની ચા પીવું વધુ ખાસ હશે.
આ કેટલીક જગ્યાઓ છે જે મને લાગે છે કે ભારતના શ્રેષ્ઠ અને સુંદર સ્થળો છે જ્યાં ચા-મૈગીનો સ્વાદ લઇ શકાય છે. આ ટી સ્ટોલ્સ વિશે ઘણું લખી શકાય તેમ છે. દરેકની પોતાની વાર્તા હોય છે.