પહાડો વચ્ચે વેકેશન વિતાવવું એ દરેકને ખૂબ ગમતી વાત છે અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ બધા જ પ્રવાસપ્રેમીઓ પહાડોની મુલાકાત લેવા આતુર હશે. બર્ફીલા શિખરો, રમણીય ખીણ, ચારેય બાજુ પાણીના ધોધનો અવાજ, ગુલાબી ઠંડી, પ્રકૃતિ સાથે એકાકાર થવાની તક અને મજા જ મજા.. આવું વેકેશન માનવું કોને ન ગમે? અને જો આ બધી જ મજા બહુ ઓછા ખર્ચે મળતી હોય તો તો સોનામાં સુગંધ ભળી જાય! આવી જ એક છુપુંરૂસ્તમ નગર છે લંઢોર.
દરેક પર્વતપ્રેમીની બકેટ-લિસ્ટમાં આ જગ્યાનું અવશ્ય સ્થાન હોવું જોઈએ. મસૂરીનાં આ શાંત વિસ્તારમાં આવીને તમને એવું લાગશે કે જાણે તમે બ્રિટિશ-કાળમાં પહોંચી ગયા છો. સાંકડા રસ્તાઓ, ભવ્ય કુદરતી દ્રશ્યો અને સુંદર હોટેલો અહીં આવતા પ્રવાસીઓનું અચૂક ધ્યાન ખેચે છે. પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર આ નગર કુદરતના સાનિધ્યમાં વાજબી છતાં લકઝરી અનુભવ કરવાની તક આપે છે.
મૉલ રોડની નજીકમાં જ આવેલી આ હોટેલમાં પહાડો વચ્ચે આધુનિક સુવિધાઓ સાથે લકઝરી અનુભવવા મળે છે. સમુદ્રસપાટીથી ૨૫૦૦ મીટરની ઊંચાઈ પર આવેલા દૂન ઘાટીના આ આકર્ષક નગરમાં રહેવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. મુખ્ય રસ્તા પર હોવા છતાં હોટેલમાં પૂરતી શાંતિનો અનુભવ થાય છે.
ખર્ચ:
એક સ્ટાન્ડર્ડ ડબલ રૂમનું મૂલ્ય ૪૬૭૩ રુ છે, થોડી સુવિધાઓ અપગ્રેડ કરીને આમાંથી મોટો રૂમ રુ ૫૫૬૫ માં ઉપલબ્ધ છે. આ કિંમતમાં સવારનો નાસ્તો સમાવિષ્ટ છે. ટેક્સ સમાવિષ્ટ નથી.
૨. પાઇન રીટ્રીટ
આ અન્ય એક સુવિધાજનક હોટેલ છે જ્યાં અંગ્રેજોના સમયની અદભૂત ઝાંખી જોવા મળે છે. દેવદારના વૃક્ષોથી ઘેરાયેલી આ હેરિટેજ હોટેલમાંથી આસપાસના શિવાલિક પર્વતોના નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ઇન-હાઉસ લાઇબ્રેરી, ફેમિલી રૂમ, મલ્ટી-ક્વિઝિન રેસ્ટોરાં આ જગ્યાને પરફેક્ટ ફેમિલી હોટેલ બનાવવામાં નોંધપાત્ર ફાળો ભજવે છે.
ખર્ચ:
ડબલ ડિલક્સ રૂમની કિંમત ૬૭૪૯ રુ છે જ્યારે ગાર્ડન વ્યૂ ધરાવતા રૂમની કિંમત ૬૬૨૨ રુ છે. આ કિંમતમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ સમાવિષ્ટ છે.
હિમાલયના અદભૂત દ્રશ્યો સાથેની આ હોટેલ પણ પર્યટકોની ઘણી જ આગવી પસંદ છે. મૉલ રોડ જેવા ગીચ વિસ્તારથી દૂર આવેલી આ હોટેલમાં દરેક રૂમમાંથી પહાડોનો ખૂબ સુંદર નજારો જોવા મળે છે. આ રિસોર્ટ તેણી મહેમાનગતિ માટે પણ ઘણો જ પ્રખ્યાત છે. પુષ્કળ સુવિધાઓ અને કેટલીક જટિલ રચનાઓ માટે આ રિસોર્ટ કુદરત અને કમ્ફર્ટનું બેસ્ટ કોમ્બિનેશન છે.
ખર્ચ:
અહીં કિંગ રૂમની કિંમત રુ ૪૮૦૦ થી તેમજ સ્યૂટની કિંમત રુ ૫૬૦૦ થી શરૂ થાય છે. વધુ પ્રીમિયમ સુવિધાઓ માટે અહીં લકઝરી સ્યૂટ છે જેની કિંમત રુ ૬૦૦૦ છે અને રોયલ સ્યૂટની પ્રતિ દિવસની કિંમત રુ ૧૨૦૦૦ છે. આ કિંમતમાં નાસ્તો સમાવિષ્ટ છે, તેમજ ટેક્સ સમાવિષ્ટ નથી.
પ્રતિષ્ઠિત રેડિસન ગ્રૂપની આ હોટેલ ઘણા જ વાજબી ભાવમાં શાનદાર સેવા આપે છે. પૂરતી સગવડોથી સજાવવામાં આવેલી આ હોટેલ જે યાદગાર અનુભવ કરાવે છે એ ભાગ્યે જ b
.
.