મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ

Tripoto

મોરેશિયસ જેવું રોમેન્ટિક સ્થળ વિશ્વમાં કોઈ જ નથી. દૂર દૂર સુધી જ્યાં પણ જુઓ અફાટ સમુદ્ર અને ભૂરું આકાશ દરેક રોમાન્ટિક કપલનું ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે મોરેશિયસ. મોરેશિયસ એવા અમુક સ્થળો માટેનું છે જે એની સંસ્કૃતિ કે એના ઇતિહાસ કરતા વધારે એના સમુદ્રતટ માટે જાણીતા હોય.

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ 1/5 by Jhelum Kaushal
Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ 2/5 by Jhelum Kaushal
Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ 3/5 by Jhelum Kaushal
Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ 4/5 by Jhelum Kaushal
Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ 5/5 by Jhelum Kaushal

6 દિવસમાં આખા એક ખંડની સફર!

હિન્દ મહાસાગરમાં ડૂબી ગયેલા મોરિશિયા ખંડનો અત્યારે માત્ર એક જ હિસ્સો બચ્યો છે અને એ છે મોરેશિયસ! તમે આ એક આખા ખંડની સફર 6 દિવસમાં કરી શકો છો!

મોરેશિયસ કેવી રીતે પહોંચવું?

અહીંયા 2 મોટા એરપોર્ટ છે - સર સીવુંસગુર રામગુલામ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સર ગેટાં દુવાલ એરપોર્ટ. તમને અહીંયા મતે સીધી ફ્લાઈટ અથવા દુબઇમાં રોકાણ સાથેની ફ્લાઈટ મળી રહેશે. સાઉથ આફ્રિકન પોર્ટ્સ પરથી ચાલતી ક્રુઝ દ્વારા પણ અહીંયા પહોંચી શકાય છે.

વિઝા:

દરેક ફોરેઇન ટ્રાવેલર મતે વિઝા જરૂરી છે. તમને અહીંથી લિસ્ટ મળી જશે કે ક્યાં દેશમાંથી મોરેશિયસ જવા માટે વિઝા ઓન અરાઇવલ છે કે વિઝા બીફોર અરાઇવલ છે.

મોરેશિયસમાં ફરવા માટે કાર ભાડે કરી લેવી એ બેસ્ટ રસ્તો છે અને રોડ કનેક્શન ન હોય એવા સ્થળ માટે એર મોરેશિયસની હવાઈ સેવા મળી રહેશે.

પોર્ટ લુઈસ

પોર્ટ લુઈસ એ મોરેશિયસની કેપિટલ હોવા ઉપરાંત મોરેશિયન લાઈફ સ્ટાઇલ, સંસ્કૃતિ અને સુંદરતા દર્શાવતું શહેર છે. આ રાજધાની આપણને મોરેશિયસમાં કરવા જેવી દરેક પ્રવૃત્તિની નજીક પહોંચાડે છે. માત્ર બીચ ફરવા માટે આવતા લોકો માટે રાજધાનીમાં કશું ખાસ નથી પરંતુ ઇન્ડિયન, ચાઈનીઝ, આફ્રિકન, યુરોપિયન અને મિક્સ સંસ્કૃતિ જોવા માંગતા લોકો માટે પોર્ટ લુઈસ બેસ્ટ છે.

પોર્ટ લુઈસમાં કરવા જેવી પ્રવૃતિઓ

દિવસ 1

યુરેકા હાઉસ

આ આર્કિટેક્ચર સુંદરતા ધરાવતા મકાનને એક મ્યુઝીયમમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે જ્યાં એન્ટિક ફર્નિચર અને રોયલ વસ્તુઓ જોઈ શકાય છે.

"ધ થમ્બ" ની ટોચે જાઓ

આ મોરેશિયસનો ત્રીજો સૌથી ઉંચો પહાડ છે. લગભગ 2 કલાકની ચડાઈ પછી જોવા મળતો હિન્દ મહાસાગરનો નજારો અદભુત હોય છે.

દિવસ 2

પેમ્પલમાંઉસ બોટાનીકલ ગાર્ડનની મુલાકાત

આ સાઉથ આફ્રિકાના સૌથી મોટા બોટાનીકલ ગાર્ડનમાનું એક છે. અહીંયા વોટર લીલીનું અફલાતૂન કલેક્શન જોવા મળે છે. આ એક ઓફબીટ સ્થળ છે.

બ્લુ પેની મ્યુઝીયમ

અહીંયા જુના સિક્કાઓનું અદભુત કલેક્શન જોવા મળે છે.

કૌદાન વૉટરફ્રન્ટ પર શોપિંગ

મોરેશિયસમાં શોપિંગ કરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

પોર્ટ લુઈસમાં રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓ

1) The Address Boutique Hotel: Rs.9000 per night

Photo of Caudan Waterfront, Port Louis, Mauritius by Jhelum Kaushal

2) Cocotiers Hotel: Rs.5500 per night

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ by Jhelum Kaushal

3) Villa Alizee: Rs.5000 per night

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ by Jhelum Kaushal

પોર્ટ લુઈસમાં ખાવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓ

લામ્બિક રેસ્ટોરન્ટ અને બાર

આ બીયર લવર્સ મતે એક સ્વર્ગ સમાન જગ્યા છે. અહીંયા અનેક પ્રકારના બીયર અને ખાણું મળે છે.

રેડ ફિનિક્સ રેસ્ટોરન્ટ

અહીંયા તમને ચાઈનીઝ અને લોકલ ખાણું મળશે.

ધ ડેક

ગ્રિલડ ફિશ અથવા કાલમારી જેવા સી ફૂડ ને ખાવા સાથે તમને અહીંયા પોર્ટનો વ્યૂ જોવા મળશે.

દિવસ 3 - 4

ફ્લીક એન ફ્લેકમાં અમુક દિવસો

મોરેશિયસ વેસ્ટર્ન કોસ્ટ પર નું ફ્લીક એન ફ્લેક એ સુંદર જગ્યા છે. અહીંયા મોરેશિયસના સૌથી સુંદર બીચ અને વૉટર સ્પોર્ટ્સની દરેક પ્રવૃતિઓ આવેલી છે, મોરેશિયસનું આ બ્લેક રિવર ડિસ્ટ્રિક્ટ એ અપ્રતિમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. મોરેશિયસનો બ્લેક રિવર હિસ્સો ફરવા મતે આ જગ્યા શ્રેષ્ઠ છે.

ફ્લીક એન ફલેકમાં કરવાની પ્રવૃતિઓ

તમારીન

તમારીન મોરેશિયસમાં સર્ફિંગ કરવા મતે જાણીતું છે. અહીંનું પાણી સરળ અને અઘરું બંને પ્રકારનું છે. અહીંની તમારીન હોટેલ નવશિખીયાઓને તાલીમ પણ આપે છે.

બ્લેક રિવર ગોરગેસ નશનલ પાર્ક તથા ટી કેબો અને સી ઉર્ચીન ડાઇવિંગ સેન્ટરની મુલાકાત

ફ્લીક એન ફલેકમાં રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓ

1) Tamarina Boutique Hotel: Rs.10500

Photo of Tamarin, Mauritius by Jhelum Kaushal

ફ્લીક એન ફલેકમાં ખાવા માટેની જગ્યાઓ

ચેઝ પૉપ

અહીંયા તમને સ્વાદિષ્ટ પીઝા અને ટસ્કન મિલ મળશે. અહીંયા તમે નાશ્તો પણ કરી શકો છો.

પોલ એન્ડ વર્જીની

રોમાન્ટિક સેટિંગ વચ્ચે તમારે અહીંયા લોકલ સ્વાદિષ્ટ ડીશ ખાવા માટે જવું જોઈએ.

માહેબોર્ગ તરફ નીકળી પડો

માહેબોર્ગ મોરેશિયસના ઈસ્ટ કોસ્ટ પર આવેલું છે. છેલ્લા થોડા સમયથી જ પ્રવાસીઓના ધ્યાનમાં આવેલા માહેબોર્ગમાં તમને ઘણી શાંતિનો અનુભવ થશે. આ નાનકડું ગામ બ્લુ બે અને પોઇન્ટ દે ઇઝનીથી નજીક હોવાથી દરેક પ્રવાસીએ અહીંયા જવું જ જોઈએ. આમ નાનકડું પણ શાંતિ અને સરળતાની બાબતમાં માહેબોર્ગ એક્સટ્રા ઓર્ડિનરી છે. આ સુંદર નાનકડા ગામડાની મુલાકાર અવશ્ય કરવી જોઈએ.

માહેબોર્ગમાં કરવા જેવી પ્રવૃતિઓ

ગ્લાસ બોટમ બોટ રાઈડ

માહેબોર્ગમાં રહેવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ

1) Preskil Beach Resort: Rs.9000 per night

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ by Jhelum Kaushal

2) Private Guesthouse: Rs.4500 per night

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ by Jhelum Kaushal

3) Nativ Lodge & Spa: Rs.4600 per night

Photo of મોરેશિયસ - આફ્રિકન પેરેડાઇઝ by Jhelum Kaushal

માહેબોર્ગમાં ખાવા માટેની સારી જગ્યાઓ

ચેઝ પેટ્રિક

અહીંયા એકદમ સરસ ફ્રેન્ચ ક્વિઝીન મળી રહે છે. થોડો સમય લાગશે પરંતુ અહીંયા રાહ જોવી વર્થ છે.

લે બેઝીલીક

અહીંયા ટ્રેડિશનલ કાજુન ક્વિઝીન માટે લોકો આવતા હોય છે. અહીંયા તમને મોરેશિયન ફૂડની સાચી ફ્લેવર્સનો સ્વાદ જાણવા મળશે.

દિવસ 5

બ્લુ બે

બ્લુ બે મેરિન પાર્કમાં તમે એક્સટ્રા ક્લીન સમુદ્ર પાણીની સફર કરી શકો છો. તમે આ 2 કલાક ચાલતી રાઇડમાં સ્નોર્કલિંગ પણ કરી શકો છો જે મોરેશિયસમાં કરવાની પ્રવૃતિઓમાં ખુબ જ પોપ્યુલર છે.

પોઇન્ટ દે ઇઝનીમાં કાઇટ સર્ફિંગ

આ જગ્યા ઈલે ઓક્સ અઇગ્રેટ નેચર રિઝર્વથી નજીક હોવા ઉપરાંત તમને કાઇટ સર્ફિંગ કરવાનો બહુ ઓછી જગ્યાએ મળતો લાભ આપે છે.

ઈલે ઓક્સની ક્રુઝ

દિવસ 6

મોરેશિયસમાં તમારા છેલ્લા દિવસે આ ક્રુઝ કરો. આ નાનકડો આઇલેન્ડ તમને ક્રુઝ દ્વારા એ હરિયાળી જગ્યાઓ સુધી લઇ જશે જ્યાં આજ સુધી ખુબ ઓછા લોકો જઈ ચુક્યા છે અને અહીંયા એક એક્સટ્રા ઓર્ડિનરી ગોલ્ફ કોર્સ પણ છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads