હનીમૂન માણવા માટે દક્ષિણ ભારતની આ અમેઝિંગ હોટેલ્સને તમારું ઘર બનાવો

Tripoto
Photo of હનીમૂન માણવા માટે દક્ષિણ ભારતની આ અમેઝિંગ હોટેલ્સને તમારું ઘર બનાવો 1/1 by Vadher Dhara

લગ્ન પછી દરેક દંપતી હનીમૂન પર જવાનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો હનીમૂન માણવા માટે હિમાચલ અને ઉત્તરાખંડ જાય છે, જ્યારે કેટલાક લોકો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તેમના પાર્ટનર સાથે રોમેન્ટિક વેકેશન પર જવાનું વિચારે છે. તેમની વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જેઓ દક્ષિણ ભારતના લીલાછમ લેન્ડસ્કેપ અને અદભૂત દરિયાકિનારા માણવા માગે છે. હનીમૂન માટે દક્ષિણ ભારત હંમેશા પર્ફેક્ટ રહ્યું છે. યાદગાર ટ્રીપ માટે જરૂરી તમામ વસ્તુઓ અહીં છે. ગોવા, પોંડીચેરી, આંદામાન, કોચી અને ઊંટી કપલ્સના લિસ્ટમાં ચોક્કસપણે શામેલ હોય છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે દક્ષિણ ભારતની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારી સરળતા ખાતર અમે દક્ષિણ ભારતમાં કેટલીક રોમેન્ટિક હોટેલ્સ અને રિસોર્ટ્સનુ લિસ્ટ બનાવ્યુ છે જે તમારા હનીમૂનમાં ચાર ચાંદ લગાવી દેશે.

ગોવા, હનીમૂન માટે ભારતની સૌથી પ્રિય જગ્યાઓમાંની એક છે. જો તમે તમારા હનીમૂનમાં રોમાંસની સાથે લક્ઝરી ઉમેરવા માંગતા હો તો ગોવામાં વધારે ખાંખાખોળા કરવાની જરૂર નથી. ગોવાની બર્ડેઝ હોટેલ શહેરની સૌથી વૈભવી હોટલોમાંની એક છે, જેમાં તમામ રૂમ દરિયાના આકર્ષક દૃશ્યો આપે છે. હોટેલમાં તેની પોતાની રુફટોપ રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ડિનર માણી શકો છો. તમે આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ એશિયન ફૂડનો સ્વાદ માણી શકો છો. આ પછી જો તમે બીચ પર આરામ કરવા માંગતા હો તો વેગેટર બીચ આ હોટેલની ખૂબ નજીક છે.

ખર્ચ: 20,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: વેગેટર બીચ, ગોવા

સંપર્ક: 0832 671 8888

શું તમે ઇચ્છો છો કે તમારું વેકેશન શાંત અને આરામદાયક સ્થળે હોય જ્યાં તમને કોઈ પણ બાબતની ચિંતા ન હોય? તો આંદામાનનો સિમ્ફની બીચ રિસોર્ટ તમારી આ ઈચ્છા પૂરી કરશે. દરિયા કિનારે બનેલા આ સુંદર કોટેજ દરેક રીતે શ્રેષ્ઠ છે. તમને બ્રેકફાસ્ટ અને વાઇફાઇથી માંડીને દરિયાના નજારા સુધી બધું જ ગમશે. તમે આ રિસોર્ટમાં સ્પા થેરાપીનો પણ આનંદ માણી શકો છો. આ રિસોર્ટમાં તમને હેવલોકની સૌથી વૈભવી સ્પા થેરાપી આપવામાં આવે છે જે તમને ખુબ ગમશે.

ખર્ચ: 5,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: ગોવિંદ નગર બીચ, હેવલોક આઇલેન્ડ

સંપર્ક: 096095 08000

દક્ષિણ ભારતનું આ રિસોર્ટ ઔરોવિલમાં છે. ઔરોવિલ પોંડિચેરીથી માત્ર 15 મિનિટ દૂર છે, તેથી તમને અહીં આવવામાં કોઈ મુશ્કેલી નહી પડે. આ રિસોર્ટમાં રહેવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે. તમે તેમના થાઈ સ્ટાઈલ કોટેજ રૂમમાં રહી શકો છો. આ રૂમ તમને નાના લાગશે પણ આ રૂમ તમારા પાર્ટનર સાથે રોમાન્સ કરવા માટે પરફેક્ટ છે. દરેક કોટેજની સામે એક સ્વિમિંગ પૂલ છે અને તે પૂલની વચ્ચે એક મોટું કેરીનું વૃક્ષ પણ છે. રિસોર્ટમાં સ્પા સુવિધાઓ પણ છે જ્યાં તમે તમારા જીવનસાથી સાથે કપલ મસાજ કરાવી શકો છો.

ખર્ચ: 7,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: ઓલ્ડ, ઓરોવિલે રેડ, બોમ્માયાપલાયમ, તમિલનાડુ

સંપર્ક: 096264 00493

1668 માં બનેલી આ હોટેલ દરેક દંપતીની યાદીમાં સામેલ હોવી જોઈએ. આ હોટેલનું આર્કિટેક્ચર તમને બ્રિટીશ કોલોનિયલ સમયની યાદ અપાવે છે. તમને હોટેલની ઉત્કૃષ્ટ ડિઝાઇન ગમશે. હોટેલના તમામ રૂમ સ્વચ્છ છે અને તમારી ટ્રીપ સુખદ બનાવશે. હોટેલનું આતિથ્ય પણ ટોપ ક્લાસ છે. હોટેલ સ્ટાફ ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને કોઈપણ શક્ય મદદ કરવા માટે સક્ષમ છે. જો તમે ફરવા માંગતા હો તો તમે બેસિલિકા અને ડેવિડ હોલ ગેલેરીની મુલાકાત લઈ શકો છો.

ખર્ચ: રૂ .8,000 પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: નેપિયર સ્ટ્રીટ, ફોર્ટ કોચી, કોચી, કેરળ

સંપર્ક: 099465 82222

ઊંટીની આ વૈભવી હોટેલ બધી જ રીતે શ્રેષ્ઠ છે. જો તમે હોટેલમાં રહીને નીલગિરિ પર્વતમાળાના મનોહર દૃશ્યનો આનંદ માણવા માંગતા હો તો આ હોટેલ પરફેક્ટ સ્થળ છે. હોટેલના તમામ રૂમ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેથી તમારા રોકાણ દરમિયાન તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રૂમમાં જરૂરી ફર્નિચર અને બાલ્કનીની સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ હોટેલ દૂરથી એક સુંદર ઘર જેવી લાગે છે. હવે કલ્પના કરો કે જો તે બહારથી જ આટલી સુંદર છે, તો અંદરથી તો કેટલું સુંદર વાતાવરણ મળશે.

ખર્ચ: 5,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: કુંડહ હાઉસ રોડ, ફર્ન હિલ, ઉધગમંડલમ, તમિલનાડુ

સંપર્ક: 084899 33770

ગોવાની તાજ એક્ઝોટિકા તમારા આગામી રોમેન્ટિક વેકેશન માટે યોગ્ય સ્થળ છે. પ્રાઈવેટ બીચ પર બનેલી આ હોટેલનુ ભૂમધ્ય શૈલીનુ આર્કિટેક્ચર તમારી ટ્રીપને યાદગાર બનાવશે. આ હોટેલમાંથી તમને અરબી મહાસાગરનો અદભૂત નજારો પણ જોવા મળે છે. આ હોટેલમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો તમે તમારા પાર્ટનર સાથે આનંદ માણી શકો છો. હોટેલ, સ્પા અને મસાજ થેરાપી પણ આપે છે, જ્યાં કપલ મસાજ પણ કરાવી શકાય છે. જો તમે હનીમૂન પર જવા માંગતા હો તો તાજ એક્ઝોટિકાનો પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક કરાવી શકો છો જેમાં પ્રાઈવેટ ગાર્ડન અને પૂલ પણ મળશે.

ખર્ચ: 24,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: કલવાડો, સાલસેટે, બૈનોલિમ, ગોવા

સંપર્ક: 0832 668 3333

પોંડીચેરીના સૌથી પ્રસિદ્ધ લેંડમાર્ક વ્હાઇટ ટાઉનમાં સ્થિત, લા વિલા હોટેલ બેશક તમારી સફરને સફળ બનાવશે. સુંદર આર્કિટેક્ચર, સ્વિમિંગ પૂલ અને આધુનિક સુવિધાઓથી સજ્જ, આ હોટેલ તમારા માટે એકદમ પરફેક્ટ છે. પોંડિચેરીના તમામ પર્યટક સ્થળો પણ આ હોટેલથી નજીક છે, જેથી તમને ફરવા ફરવામાં કોઈ મુશ્કેલી નહિ પડે. પોંડિચેરીની આ હોટેલમાં તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે, જે તમારી સફરને વધુ સુંદર બનાવશે.

ખર્ચ: 19,000 રૂપિયા પ્રતિ રાત (બે લોકો માટે)

સરનામું: 11, સુરકોફ સેન્ટ, વ્હાઇટ ટાઉન, પોંડિચેરી

સંપર્ક: 0413 233 8555

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Related to this article
Weekend Getaways from Vagator,Places to Visit in Vagator,Places to Stay in Vagator,Things to Do in Vagator,Vagator Travel Guide,Places to Stay in North goa,Places to Visit in North goa,Things to Do in North goa,Weekend Getaways from North goa,North goa Travel Guide,Places to Stay in Goa,Places to Visit in Goa,Things to Do in Goa,Goa Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Places to Stay in South andaman,Places to Visit in South andaman,Things to Do in South andaman,South andaman Travel Guide,Places to Visit in Tamil nadu,Places to Stay in Tamil nadu,Things to Do in Tamil nadu,Tamil nadu Travel Guide,Places to Stay in Kochi,Places to Visit in Kochi,Weekend Getaways from Kochi,Places to Visit in Kochi,Things to Do in Kochi,Kochi Travel Guide,Places to Stay in Kochi,Things to Do in Kochi,Kochi Travel Guide,Weekend Getaways from Ernakulam,Places to Visit in Ernakulam,Places to Stay in Ernakulam,Things to Do in Ernakulam,Ernakulam Travel Guide,Places to Visit in Kerala,Places to Stay in Kerala,Things to Do in Kerala,Kerala Travel Guide,Weekend Getaways from Ooty,Places to Visit in Ooty,Places to Stay in Ooty,Things to Do in Ooty,Ooty Travel Guide,Weekend Getaways from Nilgiris,Places to Visit in Nilgiris,Places to Stay in Nilgiris,Things to Do in Nilgiris,Nilgiris Travel Guide,Weekend Getaways from Benaulim,Places to Stay in Benaulim,Places to Visit in Benaulim,Things to Do in Benaulim,Benaulim Travel Guide,Weekend Getaways from South goa,Places to Visit in South goa,Places to Stay in South goa,Things to Do in South goa,South goa Travel Guide,Places to Visit in Puducherry,Places to Stay in Puducherry,Things to Do in Puducherry,Puducherry Travel Guide,Weekend Getaways from Pondicherry,Places to Visit in Pondicherry,Places to Stay in Pondicherry,Things to Do in Pondicherry,Pondicherry Travel Guide,