કેવી રીતે એક અઠાવાડિયામાં આખું કચ્છ ફરી શકાય?

Tripoto
Photo of કેવી રીતે એક અઠાવાડિયામાં આખું કચ્છ ફરી શકાય? by UMANG PUROHIT

ગુજરાતની મુસાફરી માટે સ્થળ પસંદ કરવું એટલે ભાઇ સ્પર્ધાત્મક પરીક્ષાના ચાર ઓપશન જેવું છે સાચા તો ચારેય લાગે તો પસંદ એક જ કરવાનું હોય તેવી જ રીતે ફરાવા માટેના ઓપશન તો ઘણા બધા હોય પણ પસંદ તો કોઇ એક જ કરવું પડે. ગુજરાતમાં ફરવા માટે યોજના બનાવતી વખતે વાયવ્યમાં કચ્છ અને દક્ષિણમાં ગીર બે પસંદગીઓ છે. બંને વચ્ચે પસંદગી કરવી ઘણી અઘરી છે અને તેના કરતા પણ અઘરું બન્ને જગ્યા એક જ દિવસમાં ફરવું એ છે. આજે, હું કચ્છમાં ફરવા માટેના સ્થળોની પસંદગી કરી રહ્યો છું, જે ફોટોગ્રાફરો માટે પણ ફોટા પાડવા માટે ઉત્તમ જગ્યા છે.

Photo of કેવી રીતે એક અઠાવાડિયામાં આખું કચ્છ ફરી શકાય? 1/1 by UMANG PUROHIT

કચ્છ જવા માટેનો સારામાં સારો સમય

કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચનો છે, જ્યારે ખારાપાટ સુકાઈ જાય છે અને જાદુઈ સફેદ સ્વર્ગમાં ફેરવાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો રણ ઉત્સવ, કચ્છમાં રહેવાનો બીજો ઉત્તમ સમય છે જ્યારે કચ્છમાં ઉત્સવ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે.

કચ્છ કેવી રીતે જવું ?

હવાઇ માર્ગ

કચ્છમાં આવેલું ભૂજ મોટા ભાગના મેટ્રોસિટી સાથે જોડાયેલ છે. તે ઉપરાંત અમદાવાદ તેમજ મુંબઇથી તમે ભૂજ માટે વિમાનની ટિકીટ લઇ શકો છો અને આરામથી ગણતરીના કલાકોમાં ભૂજ પહોંચી શકો છો.

ટ્રેન દ્વારા

જો તમારું બજેટ થોડું ટાઇટ છે તો ટ્રેન દ્વારા પણ તમે મુસાફરી કરી શકો છો. ભૂજ કે જે મુંબઇ, દિલ્હી તેમજ અમદાવાદ જેવા સ્થળો સાથે ડાઇરેક્ટ ટ્રેન વડે જોડાયેલ છે.

બાય રોડ

ત્યારબાદ ભૂજથી કચ્છમાં જોવા લાયક વિવિધ સ્થળો માટે સ્થાનિક ટેક્સી તેમજ સરકારી બસની પણ વ્યવસ્થા છે. જે ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી તમે આરામથી મેળવી શકો છો. આ સીવાય તમે પોતાના અંગત વાહન દ્વારા પણ કચ્છની મુલાકાત લઇ શકો છો.

જોવા લાયક સ્થળો

આ પ્રવાસ અમદાવાદથી શરૂ કરવામાં આવ્યો હતો

સાબરમતી આશ્રમ, અમદાવાદ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલ સાબરમતી આશ્રમ ત્યાં જતાની સાથે જ તમને ત્યાં સાચવીને રાખવામાં આવેલી વસ્તુઓ જોઇને ગાંધીયુગમાં પહોંચી ગયા હોવાનો અનુભવ થશે કે જ્યારે સાબરમતી આશ્રમ તે સમયના સત્યાગ્રહનું કેન્દ્ર હતું.

Photo of Ahmedabad, Gujarat, India by UMANG PUROHIT

કાંકરીયા તળાવ, અમદાવાદ

કાંકરીયા તળાવ અમદાવાદમાં જોવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. મનોરંજન પાર્ક અને બલૂન સફારી આ સ્થાન પરનું બીજું એક મુખ્ય આકર્ષણ છે. તળાવ ભારતના સૌથી મોટા પથ્થર ભીંતચિત્રો માટે પણ પ્રખ્યાત છે જે અહીં બનાવવામાં આવેલા ફૂટપાથ પર જોઇ શકાય છે.

Photo of કેવી રીતે એક અઠાવાડિયામાં આખું કચ્છ ફરી શકાય? by UMANG PUROHIT

ભૂજ

અમદાવાદથી ભુજ વચ્ચે દરરોજ ટ્રેનો દોડે છે જોકે કોવિડ-19ની સમસ્યા પછી ટાઇમટેબલમાં ફેરફાર થયો હોઇ શકે છે તેટલા માટે પ્રવાસ શરૂ કરતા પહેલા એકવાર આઇઆરસીટીસી પર તપાસ કરી લેવી જોઇએ. કચ્છનો જાદુઈ ક્ષેત્ર જ્યાં તમારી રાહ જુએ છે તે રાજ્યની પશ્ચિમી ધાર સુધી પહોંચવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. અમદાવાદથી ટ્રેન અથવા બસમાં મુસાફરી કરતા 8-9 કલાકનો સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો છે તો તમે ભૂજ માટે ડાઇરેક્ટ ફ્લાઇટ પણ લઇ શકો છો.

Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT

માંડવી બીચ

કચ્છ પહોંચતાની સાથે જ પ્રથમ તક મેળવીને માંડવીના સુંદર બીચનો આનંજ લેવા માટે પહોંચી જાઓ. ભુજથી માંડવી સુધી ટેક્સી સેવા ઉપલબ્ધ છે, જે આ બીચ સુધી પહોંચવાનો સૌથી ઝડપી અને સૌથી અનુકૂળ માર્ગ છે. બીચ પર સ્વચ્છ પાણી, પક્ષીઓ અને પવનચક્કીનો આનંદ માણતા-માણતા તમારો દિવસ પસાર કરો.

Photo of Mandvi Beach, Mandvi Rural, Gujarat by UMANG PUROHIT
Photo of Mandvi Beach, Mandvi Rural, Gujarat by UMANG PUROHIT

વિજય વિલાસ પેલેસ

બોલીવુડની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં જે પેલેસમાં શૂટ કરવામાં આવી હતી તે વિજય વિલાસ પેલેસ પણ કચ્છમાં જ આવેલો છે. તેની પણ મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. કચ્છ રજવાડાનો રાજવી પરીવાર અહીં રહે છે. માંડવી બીચ પાસે રાત વિતાવવા માટે લક્ઝરી તંબૂ ઉપલબ્ધ છે.

Photo of Vijay Vilas Palace, Mandvi Rural, Gujarat, India by UMANG PUROHIT

હોડકા

ભુજથી હોડકાનું વચ્ચેનું અંતર આશરે કિ.મી. છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદની નજીકના આવેલો હોવાના કારણે પ્રવાસીઓએ ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક આવેલી ડીએસપી ઓફિસથી અગાઉ જ વિશેષ પરવાનગીની લેવાની જરૂર પડે છે. હોડકાની સુંદરતા ત્યાની સફેદ રંગની જમીન અને અલજ પ્રકારે બનાવામાં આવેલા તંબુ જેવા નાના-નાના ઘર છે કે જે ત્યાંની લોકલ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે.

Photo of Hodka, Gujarat, India by UMANG PUROHIT

ધોરડો

નજીકના સ્થળોની મુલાકાત લેવા અને પ્રદેશની વાઇબ્રન્ટ સંસ્કૃતિનો અનુભવ કરવા માટે તમારે વાહનની જરૂર પડશે. ધોરડો ગામના સફેદ રણનો અનુભવ કરો અને નજીકના બન્ની ગામડાઓની પણ મુલાકાત લઇને ત્યાંની લોકલ વસ્તુને જાણો અને સમજો. આ બન્ને સ્થળ કચ્છમાં જોવા માટેના સૌથી લોકપ્રિય સ્થળો છે. રણ ઉત્સવના કારણે ધોરડોની લોકપ્રિયતા વધી છે.

કાળો ડુંગર

જો તમે ભુજની આસપાસ વધારે ફરવા માંગો છો તો કચ્છ છોડતા પહેલા તમારી બકેટ લીસ્ટમાં કાલુ ડુંગર અવશ્યથી હોવો જ જોઇએ. આ કાળી ટેકરીઓ ભૂજથી લગભગ એક કલાક દુર છે અને આખાય કચ્છનો એકદમ સુંદર નજારો માળવા માટે ખૂબજ અગત્યનું સ્થળ છે. આ સીવાય લગભગ 400 વર્ષ જુનું દત્તાત્રેયનું મંદિર પણ અહીં અન્ય એક આકર્ષણનું કેન્દ્ર છે.

Photo of Dhordo, Gujarat, India by UMANG PUROHIT
Photo of Dhordo, Gujarat, India by UMANG PUROHIT
Day 7

ભૂજ

આમ લગભગ એક અઠવાડિયા કચ્છ દર્શન કર્યા પછી તમે સાતમાં દિવસે ભૂજ આવીને ત્યાં તમારી આ લાંવી ટ્રીપને વિરામ આપો. અહીંથી ટ્રેન દ્વારા તમે ગુજરાતની મોટા ભાગના શહેરની મુલાકાત લઇ શકો છો. આ સીવાય અન્ય રાજ્ય જવા માટે પણ તમને ટ્રેન અહીંથી મળી જશે.

Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT
Photo of Bhuj, Gujarat, India by UMANG PUROHIT

ભારતના પશ્ચિમના ખૂણામાં પસાર કરેલા દિવસોએ વાઇબ્રેન્ટ સંસ્કૃતિનો અનુભવ કરવાની તક છે જે સમગ્ર ગુજરાતનો પડઘો પાડે છે.

કચ્છ એ વિશ્વભરના ફોટોગ્રાફરો માટે ખૂબજ જાણીતું સ્થળ છે અને આ પ્રદેશની સુંદરતા તેને મુસાફરો માટે સૌથી મનોહર સ્થળ બનાવે છે.

ભારતમાં કોઇપણ સ્થળે પ્રવાસ કરતા જે-તે રાજ્યની સરકાર દ્વારા કોવિડ-19ને લઇને જાહેર કરવામાં આવેલા સૂચનો ધ્યાનમાં લઇને આયોજન કરવું.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો